________________
અધ્યાય ૭-સૂત્ર ૧૮ એમ વિચારે કે, એ વાત પણ ઠીક અને આ વાત પણ ઠીક એવી બુદ્ધિની અસ્થિરતા તે “વિચિકિત્સા.” આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને એક તત્ત્વ ઉપર સ્થિર કદી જ ન રહેવા દે, તેથી તે અતિચાર છે. ૪–૫. જેમની દૃષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી કે પરિચય કરવો, તે અનુક્રમે મિથ્યાદષ્ટિપ્રશંસા અને “
મિચ્છાદષ્ટિસંસ્તવ અતિચાર છે. બ્રાન્ત દષ્ટિપણાના દોષવાળી વ્યકિતઓમાં પણ ઘણી વાર વિચાર, ત્યાગ આદિ ગુણ હોય છે; આ ગુણેથી આકર્ષાઈ દોષ અને ગુણને ભેદ કર્યા સિવાય જ તેવી વ્યકિતની પ્રશંસા કે તેને પરિચય કરવામાં આવે, તો અવિવેકી સાધકને સિદ્ધાંતથી ખલિત થઈ જવાનો ભય છે. તેથી જ અન્યદૃષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવને અતિચાર કહેલ છે. મધ્યસ્થતા અને વિવેકપૂર્વક ગુણને ગુણ અને દોષને દોષ સમજે તેવા સાધકોને આવા પ્રશંસા, સંસ્તવ હાનિકારક થાય જ એવો એકાંત નથી. આ પાંચ અતિચારે વતી શ્રાવક અને સાધુ બંને માટે સમાન છે; કારણ કે સમ્યક્ત્વ બંનેને સાધારણ ધર્મ છે. [૧૮]
હવે વ્રત અને શીલના અતિચારોની સંખ્યા અને અનુક્રમે તેમનું વર્ણન કહે છે: व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् । १९ ।
बन्धवधच्छविच्छेदाऽतिभारारोपणाऽन्नपाननिશષા ૨૦
मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेवाः २१ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org