SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૭-સૂત્ર ૧૮ એમ વિચારે કે, એ વાત પણ ઠીક અને આ વાત પણ ઠીક એવી બુદ્ધિની અસ્થિરતા તે “વિચિકિત્સા.” આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને એક તત્ત્વ ઉપર સ્થિર કદી જ ન રહેવા દે, તેથી તે અતિચાર છે. ૪–૫. જેમની દૃષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી કે પરિચય કરવો, તે અનુક્રમે મિથ્યાદષ્ટિપ્રશંસા અને “ મિચ્છાદષ્ટિસંસ્તવ અતિચાર છે. બ્રાન્ત દષ્ટિપણાના દોષવાળી વ્યકિતઓમાં પણ ઘણી વાર વિચાર, ત્યાગ આદિ ગુણ હોય છે; આ ગુણેથી આકર્ષાઈ દોષ અને ગુણને ભેદ કર્યા સિવાય જ તેવી વ્યકિતની પ્રશંસા કે તેને પરિચય કરવામાં આવે, તો અવિવેકી સાધકને સિદ્ધાંતથી ખલિત થઈ જવાનો ભય છે. તેથી જ અન્યદૃષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવને અતિચાર કહેલ છે. મધ્યસ્થતા અને વિવેકપૂર્વક ગુણને ગુણ અને દોષને દોષ સમજે તેવા સાધકોને આવા પ્રશંસા, સંસ્તવ હાનિકારક થાય જ એવો એકાંત નથી. આ પાંચ અતિચારે વતી શ્રાવક અને સાધુ બંને માટે સમાન છે; કારણ કે સમ્યક્ત્વ બંનેને સાધારણ ધર્મ છે. [૧૮] હવે વ્રત અને શીલના અતિચારોની સંખ્યા અને અનુક્રમે તેમનું વર્ણન કહે છે: व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् । १९ । बन्धवधच्छविच्छेदाऽतिभारारोपणाऽन्नपाननिશષા ૨૦ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेवाः २१ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy