________________
૩૨૦
તરવાથસૂત્ર વિધિ, દયવસ્તુ, દાતા અને ગ્રાહકની વિશેષતાથી તેની અર્થાત્ દાનની વિશેષતા છે.
દાનધર્મ એ જીવનના બધા સગુણોનું મૂળ છે; તેથી એને વિકાસ એ પારમાર્થિક દૃષ્ટિએ અન્ય સદ્દગુણોના ઉત્કર્ષને આધાર છે, અને વ્યવહાર દષ્ટિએ માનવી વ્યવસ્થાના સામંજસ્યનો આધાર છે.
દાન એટલે ન્યાયપૂર્વક પિતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું તે. એ અર્પણ તેના કરનારને અને તેને સ્વીકારનારને ઉપકારક હેવું જોઈએ. અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપરની તેની મમતા ટળે અને તે રીતે તેને સંતોષ અને સમભાવ કેળવાય; સ્વીકાર કરનારને ઉપકાર એ કે તે વસ્તુથી તેની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે તેના સદ્દગુણો ખીલે.
બધાં દાન, દાનરૂપે એક જેવાં જ હોવા છતાં તેમના ફળમાં તરતમભાવ રહેલું હોય છે એ તરતમભાવ દાનધર્મની વિશેષતાને લઈને છે. અને એ વિશેષતા મુખ્યપણે દાનધર્મનાં ચાર અંગોની વિશેષતાને આભારી છે. એ ચાર અંગોની વિશેષતા નીચે પ્રમાણે વર્ણવવામાં આવી છે : .
વિધિની વિશેષતા : એમાં દેશકાલનું ઉચિતપણું અને લેનારના સિદ્ધાંતને બાધા ન કરે તેવી કલ્પનીય વસ્તુનું અર્પણ ઇત્યાદિ બાબતને સમાવેશ થાય છે.
દ્રવ્યની વિરોષતી ? એમાં દેવાતી વસ્તુના ગુણોનો સમાવેશ થાય છે. જે વસ્તુનું દાન કરવામાં આવે તે વસ્તુ લેનાર પાત્રની જીવનયાત્રામાં પોષક હોઈ પરિણામે તેને પિતાના ગુણવિકાસમાં નિમિત્ત થાય તેવી હોવી જોઈએ. ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org