________________
અધ્યાય
સૂત્ર ૭૩-૭૪
૩૧૯
રીતે દેય વસ્તુને સચેતન વસ્તુથી ઢાંકી દેવી, તે “સરિત્તપિધાન; ૩. પિતાની દેય વસ્તુને “એ પારકાની છે એમ કહી તેના દાનથી પિતાની જાતને માનપૂર્વક છૂટી કરી લેવી, તે પરવ્યપદેશ: ૪. દાન કરવા છતાં આદર ન રાખવો અગર બીજાના દાનગુણની અદેખાઈથી દાન કરવા પ્રેરાવું, તે માત્સર્ય, ૫. કેઈને કાંઈ ન દેવું પડે એવા આશયથી ભિક્ષાને વખત ન હોય તે વખતે ખાઈ-પી લેવું, તે “કાલાતિક્રમ.” [૩૧]
સંતના દ્વિતને અતિઃ ૧. પૂજા, સત્કાર આદિ વિભૂતિ જોઈ તેથી લલચાઈ જીવનને ચાહવું, તે જીવિતાસંસા ૨. સેવા, સત્કાર આદિ માટે કોઈ ને પાસે આવતે ન જોઈ કંટાળાથી મરણને ચાહવું તે “મરણશંસા: ૩. મિત્રો ઉપર કે મિત્રની પેઠે પુત્રાદિ ઉપર સ્નેહબંધન રાખવું તે મિત્રાનુરાગ, ૪. અનુભવેલાં સુખો યાદ લાવી મનમાં તાજાં કરવાં, તે “સુખાનુબંધ; ૫. તપ કે ત્યાગને બદલે કોઈ પણ જાતના ભાગરૂપે માગી લેવો, તે નિદાનકરણ”
ઉપર જે બધા અતિચારો કહ્યા છે, તે જે ઈરાદાપૂર્વક અને વક્રતાથી સેવવામાં આવે, તો તે વ્રતના ખંડનરૂપ હોઈ અનાચાર છે, અને જો ભૂલથી અસાવધાનપણે સેવાય, તે તે અતિચારરૂપ છે. [૨] હવે દાનનું વર્ણન કરે છે : अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम् । ३३ । विधिद्रव्यदातपात्र विशेषात्तविशेषः । ३४ ।
અનુગ્રહ માટે પોતાની વસ્તુને ત્યાગ કરે તે દાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org