________________
અધ્યાય ૭–સૂત્ર ૧૭ માનવાની પ્રથા હતી અને ચાલુ છે, તેમાં અને લેખનાની પ્રથામાં શું ફેર ?
ઉ–પ્રાણનાશની સ્થૂલ દૃષ્ટિએ એ બધું સરખું જ છે, ફેર હેય તે તે તેની પાછળની ભાવનામાં જ હોઈ શકે. કમળપૂજા વગેરેની પાછળ કઈ ભૌતિક આશા કે બીજું પ્રલેભન ન હોય અને માત્ર ભક્તિને આવેશ કે અર્પણની વૃત્તિ હોય, તે એવી સ્થિતિમાં અને તેવા જ આવેશ કે પ્રલેભન વિનાની સંલેખનાની સ્થિતિમાં તફાવત છે તે જુદા જુદા તત્વજ્ઞાન ઉપર બંધાયેલી જુદી જુદી ઉપાસનાની ભાવનાને છે. જૈન ઉપાસનાનું ધ્યેય તેના તત્ત્વજ્ઞાન પ્રમાણે પરાર્પણ કે પરપ્રસન્નતા નથી, પણ આત્મશોધન માત્ર છે. જુના વખતથી ચાલી આવતી ધર્મ પ્રાણનાશની વિવિધ પ્રથાઓનું એ જ ધ્યેયની દૃષ્ટિએ સંશોધિતરૂપ સંલેખનાગ્રત રૂપે જૈનસંપ્રદાયમાં અસ્તિત્વ ધરાવે છે; આ જ કારણને લીધે સંલેખનાગ્રતનું વિધાન ખાસ સંગમાં કરવામાં આવ્યું છે.
જ્યારે જીવનને અંત ખાતરીથી નજીક દેખાય, ધર્મ અને આવશ્યક કર્તવ્યોનો નાશ આવી પડે, તેમ જ કઈ પણ જાતનું દુન ન હોય, ત્યારે જ એ વ્રત વિધેય માનવામાં આવ્યું છે. [૧૫-૧૭
હવે સમ્યગદર્શનના અતિચારો કહે છે? शंकाकाङ्क्षाविचिकित्साऽन्यदष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ।१८।
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવ એ સમ્યગદર્શનના પાંચ અતિચારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org