________________
અધ્યાય સૂત્ર ૧૯-૧૨
નિયમેાની પુષ્ટિ ખાતર જ લેવામાં આવે છે. દરેક વ્રત અને શીલના પાંચ પાંચ અતિચારે। ગણાવવામાં આવ્યા છે તે મધ્યમ દૃષ્ટિએ સમજવું; સંક્ષેપ દૃષ્ટિએ તેા એથી એછા પણ કલ્પી શકાય અને વિસ્તાર દૃષ્ટિએ પાંચથી વધારે પણ વર્ણવી શકાય.
ચારિત્ર એટલે રાગદ્વેષ આદિ વિકારાને અભાવ સાધી સમભાવ કેળવવા તે. ચારિત્રનું આવું મૂળ સ્વરૂપ સિદ્ધ કરવા માટે અહિંસા. સત્ય આદિ જે જે નિયમે વ્યાવહારિક જીવનમાં સ્વીકારવામાં આવે છે, તે બધાયે ચારિત્ર જ કહેવાય છે. વ્યાવહારિક જીવન દેશ, કાળ આદિની પરિસ્થિતિ અને મનુષ્યબુદ્ધિની સંસ્કારિતા પ્રમાણે ઘડાતુ હાવાથી, એ એ પરિસ્થિતિ અને સસ્કારિતામાં ફેર પડતાં જીવનધારણમાં પણ ફેર પડે છે અને તેથી ચારિત્રનું મૂળ સ્વરૂપ એક જ હાવા તાં તેના પાષક તરીકે સ્વીકારાતા નિયમેાની સખ્યા અને સ્વરૂપમાં ફેરફાર થવા અનિવાર્ય છે; એ જ કારણથી શ્રાવકનાં વ્રત–નિયમા પણ શાસ્ત્રમાં અનેક રીતે ભેદ પામેલાં દેખાય છે, અને ભવિષ્યમાં પણ ફેરફાર પામવાનાં; તેમ છતાં અહીં તા ગ્રંધકારે શ્રાવકધમના તેર જ ભાગ કલ્પી, તે દરેકના અતિચારાનું કથન કરેલુ છે. તે અનુક્રમે નીચે પ્રમાણે:
૩૧૩
અહિંસા વ્રતના અતિષ: ૧. કાઈ પણ પ્રાણીને તેના ઈષ્ટ સ્થળમાં જતાં અટકાવવું અને ખાંધવું, તે બંધ'; ૨. પરાણા, ચાબખા આદિ વડે ફટકા મારવા, તે ‘વધ’; ૩. કાન, નાક, ચામડી આદિ અવયવાને ભેદવા કે છંદવા, તે 'વિચ્છેદ'; ૪. મનુષ્ય કે પશુ આદિ ઉપર તેના ગજા કરતાં વધારે ભાર લાદવે, તે અતિભારનું આરોપણ’; ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org