________________
અધ્યાય સૂત્ર ૧૯-૩૨
૩૧૫ હીનાધિકમાન્માન, ૫. અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી, તે “પ્રતિરૂપક વ્યવહાર.” [૨]
બ્રહ્મત્ર વૈતના અતિચારે : ૧. પિતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી દેવા, તે “પરવિવાહકરણ; '૨. કેઈ બીજાએ અમુક વખત માટે વેશ્યા કે તેવી સાધારણ સ્ત્રીને સ્વીકારી હોય, ત્યારે તે જ વખતમાં તે સ્ત્રીને ઉપભોગ કરે, તે “ઇવર પરિગ્રહીતાગમન; ૩. વેશ્યા, પરદેશ ગયેલ ધણીવાળી સ્ત્રી કે અનાથ સ્ત્રી જે અત્યારે કઈ પુરુષના કબજામાં નથી, તેને ઉપભેગ કરે, તે “અપરિગૃહીતાગમન' ૪. અસ્વાભાવિક રીતે– સૃષ્ટિ વિરુદ્ધ કામસેવન, તે “અનંગક્રીડા;” ૫. વારંવાર ઉદ્દીપન કરી વિવિધ પ્રકારે કામક્રીડા કરવી, તે તીવ્ર કામાભિલાષ.” [૩]
મરણ વ્રતના સિવારે : ૧. જે જમીન ખેતીવાડી લાયક હોય તે ક્ષેત્ર અને રહેવા લાયક હોય તે “વાસ્તુ'; એ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી લેભવશ થઈ તેની મર્યાદાનું અતિક્રમણ કરવું, તે ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ૨. ઘડાયેલ કે નહિ ઘડાયેલ રૂપું અને તેનું એ બંનેનું વ્રત લેતી વખતે નકકી કરેલું પ્રમાણ ઉલ્લંઘવું, તે “હિરણ્યસુવર્ણપ્રમાણતિક્રમ:' ૩. ગાય, ભેંસ આદિ પશુરૂપ ધન અને ઘઉં, બાજરી આદિ ધાન્યનું સ્વીકારેલું પ્રમાણ ઉલ્લંઘવું તે ધનધાન્યપ્રમાણતિક્રમ ૪. નેકર ચાકર વગેરે કર્મચારીના પ્રમાણને અતિક્રમ કરે, તે “દાસીદાસપ્રમાણપ્રતિક્રમ) ૫. અનેક પ્રકારનાં વાસણ
૧. આ સંબંધી વધારે હકીકત માટે જુઓ આ જ માળામાં પ્રસિદ્ધ થયેલ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવચાર એ નિબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org