________________
તત્વાર્થસૂત્ર જે જાતનાં ખલનોથી કઈ પણ સ્વીકારેલ ગુણ મલિન થાય અને ધીરે ધીરે હ્રાસ પામી ચાલ્યો જાય, તેવાં અને અતિચાર કહેવાય છે.
સમ્યક્ત્વ એ ચારિત્રધર્મનો મૂળ આધાર છે, તેની શુદ્ધિ ઉપર જ ચારિત્રની શુદ્ધિ અવલંબિત છે. તેથી સમ્યકુત્વની શુદ્ધિમાં ખલેલ પહોંચવાને જેનાથી સંભવ છે એવા અતિચારેને અહીં પાંચ ભાગમાં વર્ણવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે
૧. આહંતપ્રવચનની દૃષ્ટિ સ્વીકાર્યા પછી તેમાં વર્ણવાયેલા કેટલાક સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થો (જે માત્ર કેવલજ્ઞાન અને આગમગમ્ય હોય તેમને) વિષે શંકા લેવી કે તે એમ હશે કે નહિ, એ “શંકાઅતિચાર.” સંશય અને તપૂર્વક પરીક્ષાનું જૈનતત્વજ્ઞાનમાં સંપૂર્ણ સ્થાન હોવા છતાં, અહીં શંકાને અતિચારરૂપે જણાવેલ છે, તેને અર્થ એ છે કે, તકવાદની પારના પદાર્થોને તર્કદષ્ટિએ કસવાને પ્રયત્ન ન કરે; તેમ કરવા જતાં સાધક માત્ર શ્રદ્ધાગમ્ય પ્રદેશને બુદ્ધિગમ્ય ન કરી શકવાથી છેવટે બુદ્ધિગમ્ય પ્રદેશને પણ છોડી દે છે. તેથી સાધનાના વિકાસમાં બાધા આવે તેવી જ શંકા અતિચારરૂપે તજવાની છે. ૨. ઐહિક અને પારલૌકિક વિષયની અભિલાષા કરવી એ “કાંક્ષા.” જે આવી કાંક્ષા થવા લાગે, તે ગુણદોષના વિચાર વિના જ સાધક ગમે ત્યારે પિતાના સિદ્ધાંન્તને છોડી દે. તેથી તેને અતિચાર દોષ કહેલ છે. ૩. જ્યાં મતભેદ કે વિચારભેદને પ્રસંગ હોય ત્યાં પિતે કંઈ પણ નિર્ણય કર્યા સિવાય માત્ર મતિમન્દતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org