________________
અધ્યાય ૭ - સૂત્ર ૧૪ જે શલ્ય વિનાને હોય તે વ્રતી સંભવે.
અહિંસા, સત્ય આદિ શત લેવા માત્રથી કે ખરે વ્રતી નથી બની શકતો, પણ ખરા વ્રતી થવા માટે ઓછામાં ઓછી અને પહેલામાં પહેલી એક શરત છે જે અહીં બતાવવામાં આવી છે. તે શરત એ છે કે, શલ્યને ત્યાગ કરવો. શલ્ય ટૂંકામાં ત્રણ છે: ૧. દંભ, ડોળ કે ઠગવાની વૃત્તિ. ૨. ભોગોની લાલસા. ૩. સત્ય ઉપર શ્રદ્ધા ન ચાટવી અથવા અસત્યને આગ્રહ. આ ત્રણે માનસિક દોષ છે. તે જ્યાં સુધી હોય ત્યાં સુધી મન અને શરીરને કેતરી ખાય છે, અને આત્માને સ્વસ્થ થવા દેતા જ નથી; તેથી શલ્યવાળે આત્મા કેઈ કારણસર વ્રત લઈ પણ લે, છતાં તે તેના પાલનમાં એકાગ્ર થઈ શકતો નથી. જેમ શરીરના કેઈ ભાગમાં કાંટો કે બીજી તેવી તીણ વસ્તુ ભેંકાઈ હોય, તો તે શરીર અને મનને અસ્વસ્થ કરી આત્માને કઈ પણ કાર્યમાં એકાગ્ર થવા દેતી નથી, તેમ ઉક્ત માનસિક દોષો પણ તેવા જ વ્યગ્રતાકારી હોવાથી, તેમનો ત્યાગ વૃતી બનવા માટેની પ્રથમ શરત તરીકે મૂકવામાં આવ્યો છે. [૧૩] વ્રતીના ભેદો કહે છે?
અર્ચનાઢ ૨૪. વતી અગારી–ગૃહસ્થ અને અનગાર–ત્યાગી એમ બે પ્રકારે સભવે.
વ્રત લેનાર દરેકની કઈ સરખી યોગ્યતા નથી હોતી, તેથી યોગ્યતાના તારતમ્ય પ્રમાણે ટૂંકમાં વતીના બે ભેદ અહીં દર્શાવવામાં આવ્યા છે: ૧. અગારી, ૨. અનગાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org