________________
અધ્યાય ૭-સૂત્ર ૧૨
૨૯૯
પાલન અને અનુસરણથી સગુણ વધે તે; અને જે તરફ જવાથી સદગુણો ન વધે પણ દોષ જ પોષાય, તે અબ્રહ્મ. મૈથુન એ એવી પ્રવૃત્તિ છે કે તેમાં પડતાં જ બધા દોષોનું પિોષણ અને સદ્ગુણેને હાસ–ઘસારે શરૂ થાય છે, તેથી મૈથુનને અબ્રહ્મ કહેવામાં આવ્યું છે. [૧૧] હવે પરિગ્રહનું સ્વરૂપ કહે છે.
મૂછ પરિવ્ર ી ૨૨ . . મૂછ પરિગ્રહ છે. મૂચ્છ એટલે આસક્તિ. નાની, મોટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે વસ્તુ છે, અને કદાચ ન પણ હો, છતાં તેમાં બંધાઈ જવું એટલે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસો એ પરિગ્રહ છે.
પ્ર-હિંસાથી પરિગ્રહ સુધીના પાંચ દેતું ' સ્વરૂપ ઉપરઉપરથી જોતાં જુદું લાગે છે ખરું, પણ બારીકીથી વિચારતાં તેમાં કઈ ખાસ જાતને ભેદ દેખાતે નથી; કારણકે એ પાંચે કહેવાતા દેને દોષપણને આધાર માત્ર રાગ, દ્વેષ અને મેહ છે. રાગ, દ્વેષ અને મેહ જ હિંસા આદિ વૃત્તિઓનું ઝેર છે. અને તેથી જ તે વૃત્તિઓ દોષ કહેવાય છે. હવે જે આ કથન સાચું હોય, તે રાગદ્વેષ આદિ જ દોષ છે, એટલું કહેવું બસ છે, તે પછી દેષના હિંસા આદિ પાંચ કે તેથી ઓછાવત્તા ભેદો કરી વર્ણવવા શા માટે ?
ઉ–સાચે જ કોઈ પણ પ્રવૃત્તિ રાગ, દ્વેષ આદિને લીધે થાય છે. તેથી રાગ દ્વેષ આદિ જ મુખ્યપણે દોષ છે અને એ દોષથી વિરમવું એ એક જ મુખ્ય વ્રત છે, તેમ છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org