________________
૨૯૭
અધ્યાય - સૂત્ર ૧૦ અસત શબ્દના મુખ્ય બે અર્થ લેવાથી અહીંનું કામ સરે છેઃ ૧. જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તેનો તદ્દન નિષેધ કરવો અગર તે તદ્દન નિષેધ ન કરવા છતાં તે હોય તે કરતાં જુદા રૂપમાં કહેવી તે અસત. ૨. ગર્વિત અસત અર્થાત, જે સત્ય છતાં પરને પીડા કરે તેવા દુર્ભાવવાળું હોય તે અસત્.
પહેલા અર્થ પ્રમાણે પૂજી હોવા છતાં લેણદાર માગે ત્યારે કાંઈ નથી જ એમ કહેવું તે અસત્ય, તેમ જ પાસે પૂછ હોવાને સ્વીકાર કર્યા છતાં પણ લેણદાર સફળ ન થાય એવી રીતે તેનું ખ્યાન આપવું તે અસત્ય. બીજા અર્થ પ્રમાણે કેઈ અભણ કે અણસમજુને હલકે પાડવા ખાતર તેને દુઃખ થાય તેવી રીતે સાચું પણ “અભણ કે અણસમજુ એવું વચન કહેવામાં આવે તે અસત્ય. અસત્યના આ અર્થ ઉપરથી સત્ય વ્રત લેનાર માટે નીચેનો અર્થ ફલિત થાય છેઃ ૧. પ્રમત્ત બને ત્યાગ કરવો. ૨. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા સાધવી. ૩. સત્ય છતાં દુર્ભાવથી અપ્રિય ન ચિંતવવું, ન બોલવું કે ન કરવું. [૯] હવે ચેરીનું સ્વરૂપ કહે છે
अदत्तादान स्तेयम् ॥१०॥ અણદીધું લેવું તે તેય એટલે ચેરી. જે વસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય, તે વસ્તુ ભલે તણખલા જેવી તદ્દન બિનકીમતી હોય છતાં તેના માલિકની પરવાનગી સિવાય ચોર્યબુદ્ધિથી લેવી, એ તેય કહેવાય છે.
આ વ્યાખ્યા ઉપરથી અચૌર્યવ્રત લેનાર માટે નીચેને અર્થ ફલિત થાય છેઃ ૧. કઈ પણ ચીજ તરફ લલચાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org