________________
અધ્યાય - સૂત્ર ૮ હિંસાની વ્યાખ્યામાં પ્રાણનાશને સ્થાન આપવાનું શું કારણ?
ઉ–પ્રમત્તયાગ એ જ તાવિક રીતે હિંસા છે છતાં સમુદાયમાં તેને ત્યાગ એકાએક અને મોટે ભાગે શક્ય નથી. તેથી ઊલટું માત્ર પ્રાણવધ એ સ્થૂલ હોવા છતાં તેને ત્યાગ સામુદાયિક જીવનની સ્વસ્થતા માટે ઈષ્ટ છે; અને પ્રમાણમાં મોટે ભાગે શક્ય પણ છે. પ્રમોગ છૂટો ન હોય છતાં સ્થૂલ પ્રાણુનાશવૃત્તિ ઓછી થઈ જાય તોયે ઘણીવાર સામુદાયિક જીવનમાં સુખશાંતિ વર્તે છે. અહિંસાના વિકાસક્રમ પ્રમાણે પણ પ્રથમ સ્થૂલનાશને ત્યાગ અને ધીરે ધીરે પ્રમત્તયેગને ત્યાગ સમુદાયમાં સંભવિત બને છે. તેથી આધ્યાત્મિક વિકાસના સાધક તરીકે પ્રમત્તગરૂપ હિંસાને જ ત્યાગ ઈષ્ટ હેવા છતા સામુદાયિક જીવનની દષ્ટિએ હિંસાના સ્વરૂપમાં
સ્થૂલ પ્રાણનાશને સ્થાન આપી તેના ત્યાગને પણ અહિંસાકેટિમાં મૂકવામાં આવ્યો છે.
પ્ર-શાસ્ત્રકારે જેને હિંસા કહી છે, તેથી નિવૃત્ત થવું એ અહિંસા, એ સમજાયું; પણ એ જણાવે કે આવી અહિંસાનું વ્રત લેનારને જીવન ઘડવા માટે કઈ કઈ ફરજો ઊભી થાય છે ?
ઉ૦ - ૧. જીવન સાદું કરતાં જવું અને તેની જરૂરિયાત ઓછી ને ઓછી જ કરતા જવી. ૨. માનુષી વૃત્તિમાં અજ્ઞાનને ગમે તેટલું સ્થાન હોય છતાં જ્ઞાનનું પણ પુરુષાર્થ પ્રમાણે સ્થાન હોવાથી, દર ક્ષણે સાવધાન રહેવું અને ક્યાંય ભૂલ ન થાય એ માટે ધ્યાન રાખવું; તેમ જ ભૂલ થઈ જાય તે તે ધ્યાન બહાર ન જાય તેટલી દૃષ્ટિ કેળવવી. ૩. જરૂરિયાત ઓછી કર્યા છતાં અને સાવધાન રહેવાનું લક્ષ્ય હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org