________________
૨૯૪
તત્ત્વાર્થસૂત્ર
જ કે તેનુ દોષપણું અબાધિત નથી; તેથી ઊલટુ પ્રમત્તયોગ જે સૂક્ષ્મ ભાવના તે જાતે જ દોષરૂપ હાઈ તેનું દોષપણું સ્વાધીન છે અર્થાત્ તેના દ્વેષપણાના આધાર સ્થૂલ પ્રાણુનાશ કે બીજી કાઈ ખાદ્ય વસ્તુ ઉપર અવલ ંબિત નથી. સ્થૂલ પ્રાણનાશ ન પણ થયે હાય, કાઈ ને દુઃખ ન પણ દેવાયું હાય, બલ્કે પ્રાણનાશ કરવા જતાં કે દુઃખ દેવા જતાં સામાનું જીવન લખાયુ હોય અગર તે। સામાને સુખ પહોંચ્યું હોય છતાં, જો તેની પાછળની ભાવના અશુભ હાય, તે તે એકાન્ત દોષ જ ગણાવાની. તેથી આવી ભાવનાને શાસ્ત્રીય પરિભાષામાં ભાવહિંસા અથવા નિશ્ચયહિસા કહેવામાં આવી છે. ભાવહિંસા અને નિશ્ચયહિંસાને અ એટલા જ છે કે, તેનું દેષપણુ` સ્વાધીન હોવાથી ત્રણે કાળમાં અબાધિત રહે છે. માત્ર પ્રમત્તયાગ કે માત્ર પ્રાણવધ એ બંને છૂટા છૂટા હિંસા કહેવાવા છતાં તેમના દેાષપણાનુ તારતમ્ય ઉપર પ્રમાણે જાણી લીધા પછી એ બંને પ્રકારની હિંસાએ પ્રમત્તયાગજનિત પ્રાણવધરૂપ હિંસાની કોટિની જ છે, કે તેથી જુદા પ્રકારની એ પ્રશ્નોના ઉત્તર સ્પષ્ટ થઈ જાય છે; અને તે એ કે, ભલે સ્થૂલ આંખ ન જાણી શકે છતાં તાત્ત્વિક રીતે માત્ર પ્રમત્તયેાગ એ પ્રમત્તયોગજનિત પ્રાણુનાશની ાટિની જ હિંસા છે, અને માત્ર પ્રાણનાશ એ, એ કેટિમાં આવે તેવી હિંસા નથી.
પ્ર૦—જો ઉપર કહ્યા પ્રમાણે પ્રમત્તયાગ એજ હિંસાના દોષપણાનુ' મૂળ બીજ હાય, તેા હિંસાની વ્યાખ્યામાં એટલું જ કહેવું બસ છે કે પ્રમત્તયાગ એ હિંસા. અને જો આ દલીલ સાચી હાય તે। એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org