________________
૧૯૨
તત્ત્વાર્થસૂત્ર
અજ્ઞાન એ માનુષી વૃત્તિમાં તદ્દન નથી જ હોતાં એવુ સાબિત ન થઈ શકે ત્યાં સુધી, અહિંસાના પક્ષપાતીઓને હાથે પણ અજાણપણે કે ભૂલથી કાઈ તેા પ્રાણનાશ થઈ જવાને સભવ છે. એટલે એવા પ્રાણુનાશ હિ સાદોષમાં આવે કે નહિ ? ૩. ઘણીવાર અહિંસક વૃત્તિવાળા કોઈ ને બચાવવા કે તેને સુખ સગવડ પહોંચાડવા પ્રયત્ન કરે છે અને પરિણામ તે તેથી ઊલટુ આવે છે, એટલે કે, સામાના પ્રાણ જાય છે; તેવી સ્થિતિમાં એ પ્રાણુનાશ હિંસાોષમાં આવે કે નહિ ?
આવા પ્રશ્નો સામે આવતાં તેના ઉત્તર માટે હિંસા અને અહિંસાના સ્વરૂપની વિચારણા ઊંડી ઊતરે છે અને તેમ થતાં તેને અ પણ વિસ્તરે છે. કોઈના પ્રાણ લેવા કે બહુ તો તે માટે દુઃખ આપવુ, એવા હિંસાના અ થતા, અને કાઈના પ્રાણ ન હરવા કે તે માટે કાઈ ને તકલીફ ન આપવી એટલે જ અર્થ અહિંસાને થતા, તેને બદલે હવે અહિંસાના વિચારકેએ ઝીણવટમાં ઊતરી નક્કી કર્યું કે, માત્ર કોઈના પ્રાણ લેવા કે માત્ર કોઈ ને દુઃખ આપવું એ હિંસાદોષ જ છે એમ ન કહી શકાય; પણ પ્રાવધ કે દુ:ખ દેવા ઉપરાંત તેની પાછળ તેમ કરનારની શી ભાવના છે તે તપાસીને જ તેવી હિંસાના દ્વેષપણા કે અદોષપણાને નિર્ણય કરી શકાય. તે ભાવના એટલે રાગ ષની વિવિધ ઊમિ અગર બિનકાળજીપણુ, જેને શાસ્ત્રીય પરિભાષામાં ‘પ્રમાદ’ કહેવામાં આવે છે. આવી અશુભ અને ક્ષુદ્ર ભાવનાથી જે પ્રાણનાશ થયા હાય કે જે દુઃખ દેવાયું હાય, તે જ હિંસા અને તે જ હિ ંસા દોષરૂપ; અને એવી ભાવના વિના થયેલાં પ્રાણુનાશ કે દુ:ખપ્રદાન એ દેખીતી રીતે હિંસા
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org