________________
અધ્યાય ૭ - સત્ર ૮
કહેવાવા છતાં દોષકેટિમાં આવી ન શકે. આ રીતે હિંસક સમાજમાં અહિંસાના સંસ્કારોનો ફેલાવો થતાં અને તેને લીધે વિચારવિકાસ થતાં દોષરૂપ હિંસા માટે માત્ર પ્રાણનાશ એટલે જ અર્થ બસ ન ગણાયો અને તેમાં પ્રમત્તગ એ મહત્ત્વને અંશ ઉમેરાય. -
પ્ર–હિંસાની આ વ્યાખ્યા ઉપરથી પ્રશ્ન એ થાય છે કે જે પ્રમત્તયાગ વિના જ માત્ર પ્રાણવધ થઈ જાય છે તે હિંસા કહેવાય કે નહિ ? તેવી રીતે જે પ્રાણવધ થવા ન પામ્યો હોય અને છતાં પ્રમત્તયોગ હોય તો તે પણ હિંસા ગણાય કે નહિ ? જે એ બંને સ્થળે હિંસા ગણાય, તે તે હિંસા પ્રમત્તયાગજનિત પ્રાણવધરૂપ હિંસાની કોટિની જ કે તેથી જુદા પ્રકારની?
ઉ–માત્ર પ્રાણવધ સ્થૂલ હોઈ દશ્ય હિંસા તે છે જ અને માત્ર પ્રમત્ત એ સૂક્ષ્મ હોઈ અદશ્ય જેવો છે. એ બંનેમાં દશ્યપણું-અદશ્યપણના તફાવત ઉપરાંત એક બીજે મહત્ત્વને જાણવા જે તફાવત છે અને તેના જ ઉપર હિંસાના દોષપણા અને અદોષપણાનો આધાર છે. પ્રાણનાશ એ દેખીતી રીતે હિંસા હોવા છતાં તે દેષ જ છે એવો એકાન્ત નથી; કારણ કે તેનું દેષપણું સ્વાધીન નથી. હિંસાનું દોષપણું એ હિંસકની ભાવના ઉપર અવલંબેલું છે તેથી પરાધીન છે. ભાવના જાતે ખરાબ હોય છે તેમાંથી થયેલ પ્રાણવધ તે દેષરૂપ છે; અને ભાવના તેવી ન હોય તે એ પ્રાણવધ દેષરૂપ નથી; તેથી જ શાસ્ત્રીય પરિભાષામાં આવી દોષરૂપ હિંસાને દ્રવ્યહિંસા અથવા વ્યાવહારિક હિંસા કહેવામાં આવી છે. દ્રવ્યહિંસા યા વ્યાવહારિક હિંસાને અર્થ એટલે
ત. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org