________________
૩૦૧
તત્ત્વાર્થસૂત્ર
અગાર એટલે ધર. જેને ધર સાથે સંબંધ હોય તે ‘અગારી.’ અગારી એટલે ગૃહસ્થ. જેને ધર સાથે સંબંધ હાય તે ‘અનગાર' એટલે ત્યાગી-મુનિ. જો કે અગારી અને અનગાર એ એ શબ્દના સીધા અર્થે ધરમાં વસવું કે ન વસવું એટલે જ છે છતાં, અહીં તેને તાત્પર્યા લેવાના છે, અને તે એ કે જે વિષયતૃષ્ણા ધરાવતા હેાય તે અગારી, અને જે વિષયતૃષ્ણાર્થી મુક્ત થયા હાય તે અનગાર. આ તાત્પર્યા લેવાથી ફલિત અર્થ એ નીકળે છે કે, કોઈ ઘરમાં વસવા છતાં વિષયતૃષ્ણાથી મુક્ત હાય, તે તે અનગાર જ છે; અને કાઈ ઘર છેાડી જંગલમાં જઈ વસવા છતાં વિષય તૃષ્ણાથી મુક્ત ન હેાય, તેા તે અગારી જ છે. અગારીપણા અને અનગારીપણાની સાચી તેમ જ મુખ્ય કસોટી એ એક જ છે, અને તેને આધારે જ અહી વ્રતીના એ ભેદ પાડવામાં આવ્યા છે.
પ્ર—જે વિષયતૃષ્ણા હાવાને લીધે અગારી હાય, તેને પછી વ્રતી કેમ કહી શકાય?
સ્થૂલ દષ્ટિથી. જેમ માણસ પોતાના ધર આદિ કાઈ નિયત સ્થાનમાં જ રહેતા હેાય છે અને છતાં તે અમુક શહેરમાં રહે છે એવા વ્યવહાર અપેક્ષાવિશેષથી કરવામાં આવે છે, તેમ વિષયતૃષ્ણા છતાં અલ્પાંશે વ્રતનેા સબંધ હાવાને લીધે તેને વ્રતી પણ કહી શકાય છે. [૧૪]
અગારી વતીનુ વ્રન કરે છે:
अणुतेाऽगारी । १५ ।
दिग्देशानर्थ दण्डविरतिसामायिक पौषघेापवासेा पभोगपरिभोगपरिमाणातिथिस विभागवतसम्पन्नश्च
| ÎFI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org