SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
300 Tattvartha Sutra When it comes to teaching the abandonment of attachment and aversion, it is essential first to explain the activities arising from these emotions. For people with a gross perspective, there cannot be another sequence. Among the countless activities arising from attachment and aversion, violence and falsehood are primary. These activities primarily harm both spiritual and worldly life; hence, violence and such activities are classified into five categories, describing five faults. The number of faults can change from time to time and by geographic region; however, without getting stuck in the numbers and in superficial names, it is chiefly to be understood that these indicate the abandonment of attachment, aversion, and substantial faults. For this reason, the question of which faults among the five categories of violence should be prioritized for abandonment, or whether they should be abandoned sequentially, does not arise. In the vast definition of violence, all other faults are included. This is why those who consider non-violence as the principal virtue encapsulate all faults relating to violence, such as falsehood, within the context of only abandoning violence, while those who regard truth as the ultimate virtue consider all other faults in falsehood and focus only on abandoning falsehood. Similarly, those who regard contentment, celibacy, etc., as principal virtues also approach them in a like fashion. Now, the primary qualification for becoming a true ascetic is stated: Not clinging.
Page Text
________________ ૩૦૦ તત્ત્વાર્થ સૂત્ર રાગ, દ્વેષ આદિને ત્યાગ ઉપદેશવાને હાય ત્યારે તેથી થતી પ્રવૃત્તિ સમજાવીને જ તે પ્રવૃત્તિઓ અને તેના પ્રેરક રાગદ્વેષાદિ ત્યાગ કરવાનું કહી શકાય. સ્થૂળ દૃષ્ટિવાળા લેાકેા માટે બીજો ક્રમ શકય નથી. રાગદ્વેષથી થતી અસ ંખ્ય પ્રવૃતિઓ પૈકી હિંસા, અસત્ય આદિ મુખ્ય છે. અને તે જ પ્રવૃત્તિઓ મુખ્યપણે આધ્યાત્મિક કે લૌકિક જીવનને કાતરી ખાય છે; તેથી હિંસા વગેરે પ્રવૃત્તિઓને પાંચ વિભાગમાં ગઢવી પાંચ દોષ વર્ણવવામાં આવ્યા છે. દોષની આ સંખ્યામાં વખતે વખતે અને દેશભેદે ફેરફાર થતા રહ્યો છે અને થતા રહેવાને; છતાં સંખ્યાના અને સ્થૂલ નામના મેહમાં પડયા વિના એટલું જ મુખ્યપણે સમજી લેવુ' જોઈ એ કે તે દ્વારા રાગ, દ્વેષ અને માહરૂપ દોષને ત્યાગ જ કરવાનું સૂચન કરાયેલું છે. આ જ કારણને લીધે હિંસા આદિ પાંચ ષોમાં કયા દોષ પ્રધાન કે કયા ગૌણ, કયા પહેલાં ત્યાગ કરવા લાયક છે કે કયા પછી ત્યાગ કરવા લાયક છે એ સવાલ જ નથી રહેતા. હિ‘સાદાષની વિશાળ વ્યાખ્યામાં બાકીના બધા દોષો સમાઈ જાય. આ જ કારણને લીધે અહિંસાને મુખ્ય ધર્મ માનનાર, હિંસાદોષમાં અસત્યાદિ બધા દોષોને સમાવી માત્ર હિંસાના જ ત્યાગમાં બધા દોષોને ત્યાગ જુએ છે; અને સત્યને પરમ ધર્મ માનનાર, અસત્યમાં બાકીના બધા દેષા ટાવી માત્ર અસત્યના ત્યાગમાં બધા દોષોને ત્યાગ જુએ છે. એ રીતે સંતેાષ, બ્રહ્મચર્ય આદિને મુખ્ય ધર્મ માનનાર પણ કરે છે. [૧૨] હવે ખરા વ્રતી બનવાની પ્રાથમિક લાયકાત કહે છે : નિઃશો વ્રતી ।। Jain Education International For Private & Personal Use Only Prayo www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy