________________
અધ્યાય ૫સૂત્ર ૧–૧૮
૨૧૧ છે, અર્થાત્ ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ છવ અને પુદ્ગલ જ છે. તે પણ નિમિત્તકારણ, જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે, તે ઉપાદાન કારણથી ભિન્ન હેવું જ જોઈએ. એથી જીવ-પુદ્ગલની ગતિમાં નિમિત્તરૂપે ધર્માસ્તિકાકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધમસ્તિકાયની સિદ્ધિ થઈ જાય છે. આ અભિપ્રાયથી શાસ્ત્રમાં ધર્માસ્તિકાયનું લક્ષણ જ “ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું” અને અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિમાં નિમિત્ત થવું” એટલું જ બતાવ્યું છે.
ધર્મ, અધર્મ, જીવ અને પુદગલ એ ચારે દ્રવ્ય કક્યાંક ને કયાંક સ્થિત છે. અર્થાત આધેય થવું અથવા અવકાશ મેળવો એ એમનું કાર્ય છે. પરંતુ પિતાનામાં અવકાશ-સ્થાન આપવું એ આકાશનું કાર્ય છે. એથી જ અવગાહપ્રદાન એ જ આકાશનું લક્ષણ મનાયું છે.
પ્રહ –સાંખ્ય, ન્યાય, વૈશેષિક આદિ દર્શનેમાં આકાશ દ્રવ્ય માનવામાં આવ્યું છે, પરંતુ ધર્મ, અધર્મ દ્રવ્યને બીજા કોઈએ માન્યાં નથી, તો પછી જૈનદર્શને એમને સ્વીકાર કેમ કર્યો છે ?
ઉ–જડ અને ચેતન દ્રવ્ય જે દૃશ્ય અને અદશ્ય વિશ્વના ખાસ અંગ છે, એમની ગતિશીલતા તે અનુભવસિદ્ધ છે. જો કોઈ નિયામક તત્ત્વ ન હોય તે તે દ્રવ્ય પિતાની સહજ ગતિશીલતાના કારણથી અનંત આકાશમાં ક્યાંય પણ ચાલી, જઈ શકે છે. જો એ ખરેખર અનંત આકાશમાં ચાલ્યાં જ જાય, તે આ દશ્યોદશ્ય વિશ્વનું નિયતસ્થાન જે સદા સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org