________________
૧૬
તત્ત્વાર્થસૂત્ર હવે પુગલના અસાધારણ પર્યાય કહે છે:
स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः । २३ ।
शब्दबन्धसौक्षम्यस्थौल्यसंस्थानभेदतमश्छायाऽऽરોતનતષ્ઠા રજા
પુદગલ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે.
તથા તે શબ્દ, બંધ, સૂક્ષ્મત્વ, સ્થૂલ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત વાળા પણ છે.
બૌદ્ધ લકે પુદ્ગલને જીવ અર્થમાં વ્યવહાર કરે છે, તથા વૈશેષિક આદિ દર્શનમાં પૃથિવી આદિ મૂર્ત દ્રવ્યોને સમાનરૂપે સ્પર્શ, રસ આદિ ચતુર્ગુણયુક્ત માન્યાં નથી, કિંતુ પૃથિવીને ચતુર્ગુણ, જળને ગંધરહિત ત્રિગુણ, તેજને ગંધ-રસરહિત દ્વિગુણ અને વાયુને માત્ર સ્પર્શગુણવાળે માન્ય છે. એ રીતે તેઓ મનમાં સ્પર્શ આદિ ચાર ગુણે માનતાં નથી. એથી એ બૌદ્ધ આદિથી મતભેદ બતાવો એ પ્રસ્તુત સૂત્રને ઉદ્દેશ છે. આ સૂત્રથી એ સૂચિત કરવામાં આવે છે કે, જૈનદર્શનમાં જીવ અને પુદ્ગલતત્ત્વ ભિન્ન છે. એથી જ પુદ્ગલ શબ્દને વ્યવહાર જીવતત્ત્વને વિષે થતા નથી. એ રીતે પૃથિવી, જળ, તેજ અને વાયુ એ બધાં પુગલરૂપે સમાન છે. અર્થાત તે બધાં સ્પર્ધાદિ ચતુર્ગુણયુક્ત છે. તે જ રીતે જૈનદર્શનમાં મન પણ પૌત્રલિક હોવાથી સ્પર્શાદિ ગુણ વાળું જ છે. સ્પર્શ આઠ પ્રકારનું માનવામાં આવે છે, જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org