________________
અધ્યાય -સૂત્ર ૫-૬
૨૫૫ પ્રકારના વેગથી જે કર્મ બાંધે છે, તે કવાયના અભાવના કારણે નથી તે વિપાકનું જનક થતું, કે નથી બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. આવા બે સમયની સ્થિતિવાળા કર્મને ઈપથિક નામ આપવાનું કારણ એ છે કે, તે કર્મ કષાય ન હોવાથી ફક્ત ઈ–ગમનાગમનાદિ પ્રવૃત્તિ દ્વારા બંધાય છે. સારાંશ એ છે કે, ત્રણ પ્રકારના વેગ સમાન હોય છતાં પણ જે કષાય ન હોય, તો ઉપાર્જિત કર્મમાં સ્થિતિ અથવા રસને બંધ થતું નથી. સ્થિતિ અને રસ બન્નેનું બંધકારણ કષાય જ છે. આથી કષાય જ સંસારની ખરી જડ છે. [૧]
હવે સાંપરાયિક કર્મોત્સવના ભેદ કહે છે:
अब्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिसंख्याः पूर्वस्य भेदाः ।६।
પૂર્વના અર્થાત બેમાંથી સાંપરાયિક કર્માસ્ત્રના અવત, કષાય, ઈદ્રિય અને ક્રિયા રૂપ ભેદ છે, તે અનુક્રમે સંખ્યામાં પાંચ, ચાર, પાંચ અને પચીસ છે.
જે હેતુઓથી સાંપરાયિક કર્મને બંધ થાય છે, તે સાંપરાયિક કર્મને આસ્ત્રવ સકષાય જીવોમાં જ હોઈ શકે છે. પ્રસ્તુત સૂત્રમાં જે આસ્રવભેદનું કથન છે. તે સાંપરાયિક કર્માસ્ત્રવ છે; કેમકે તે કષાયમૂલક છે.
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ ચત છે, તેમનું વર્ણન અધ્યાય ૭ ના સૂ૦ ૮–૧૨ સુધીમાં છે. ક્રોધ, માન, માયા, લેભ એ ચાર વષાય છે, તેમનું વિશેષ સ્વરૂપ અ૦ ૮ સૂ૦ ૧૦ માં છે. સ્પર્શન આદિ પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org