________________
અધ્યાય - સૂત્ર ૪-૭ ૨૮૯ એટલે પરમાં પિતાપણાની બુદ્ધિ, અને તેથી જ પોતાની પેઠે બીજાને દુઃખી ન કરવાની વૃત્તિ અથવા ઇછા.
૨. માણસને ઘણી વાર પિતાથી ચડિયાતાને જોઈ અદેખાઈ આવે છે; એ વૃત્તિને નાશ ન થાય ત્યાં સુધી અહિંસા સત્ય આદિ ટકી જ ન શકે; તેથી અદેખાઈ વિરુદ્ધ પ્રમોદ ગુણની ભાવના કેળવવાનું કહેવામાં આવ્યું છે. પ્રમોદ એટલે પિતાથી વધારે ગુણવાન પ્રત્યે આદર કરે અને તેની ચડતી જોઈ ખુશ થવું તે. આ ભાવનાને વિષય માત્ર અધિક ગુણવાન જ છે; કારણ કે તેના પ્રત્યે જ અદેખાઈ, અસૂયા આદિ દુર્ઘત્તિઓને સંભવ છે.
૩. કોઈને પીડાતા જોઈ જે અનુકંપા ન ઊભરાય, તે અહિંસાદિ વ્રતો નથી જ ન શકે; તેથી કરુણા ભાવનાને આવશ્યક માનવામાં આવી છે. એને વિષય માત્ર કલેશ પામતાં દુઃખી પ્રાણીઓ છે; કારણ કે અનુગ્રહ અને મદદની અપેક્ષા દુઃખી, દીન કે અનાથને જ રહે છે.
૪. દરેક વખતે અને દરેક સ્થળે માત્ર પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાધક નથી થતી; ઘણી વાર અહિંસાદિ વ્રતોને ટકાવવામાં માત્ર તટસ્થપણું જ ધારણ કરવું ઉપયોગી થાય છે, તેથી માધ્યશ્યભાવના ઉપદેશવામાં આવી છે. માધ્યસ્થ એટલે ઉપેક્ષા કે તટસ્થતા. જ્યારે તદ્દન જડ સંસ્કારના અને કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની યેગ્યતા ન હોય એવાં પાત્રો મળે, અને તેમને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટે તદ્દન શૂન્ય જ દેખાય, તે તેવાઓ પ્રત્યે તટસ્થપણું રાખવામાં જ શ્રેય છે. તેથી માધ્યસ્થ ભાવનાને વિષય અવિનય અર્થાત અયોગ્ય પાત્ર એટલે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org