________________
અધ્યાય ૭ - સૂત્ર ૪-૭
૨૮૭ સ્થિરતાના શુદ્ધ ઉદ્દેશથી આ ભાવનાઓ સંખ્યા અને અર્થમાં ઘટાડી, વધારી કે પલ્લવિત કરી શકાય. [૩]
બીજી કેટલીક ભાવનાઓ કહે છે : हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् । ४ । સુમેર યા ાલા मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । ६। जगत्कायस्वभावौ च संवेगवैराग्याथम् । ७ ।
હિંસા આદિ પાંચ દેશમાં અહિક આપત્તિ અને પારલૌકિક અનિષ્ટનું દર્શન કરવું.
અથવા ઉક્ત હિંસા આદિ દોષમાં દુઃખ જ છે, એવી ભાવના કેળવવી.
પ્રાણીમાત્રમાં મૈત્રીવૃત્તિ, ગુણથી મેટાઓમાં પ્રમેદવૃત્તિ, દુઃખ પામતાઓમાં કરુણવૃત્તિ અને જડ જેવા અપાત્રામાં માધ્યચ્યવૃત્તિ કેળવવી. - સંવેગ અને વૈરાગ્ય માટે જગતને સ્વભાવ અને શરીરને સ્વભાવ ચિંતવ.'
જેનો ત્યાગ કરવામાં આવે તેના દોષેનું ખરું દર્શન થવાથી જ તે ત્યાગ ટકી શકે; એ કારણથી અહિંસા આદિ વ્રતની સ્થિરતા માટે હિંસા આદિમાં તેના દોષોનું દર્શન કરવું આવશ્યક મનાયેલ છે. એ દોષદર્શન અહીં બે રીતે બતાવવામાં આવ્યું છેઃ ઐહિક દોષદર્શન અને પારલૌકિક દેષદર્શન. હિંસા, અસત્ય આદિ સેવવાથી જે ઐહિક આપત્તિઓ પિતામાં કે પરમાં અનુભવાય છે, તેનું ભાન સદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org