________________
૨૮૮
તત્ત્વાર્થસૂત્ર તાજું રાખવું એ ઐહિક દોષદર્શન છે; અને એ હિંસા આદિથી જે પારલૌકિક અનિષ્ટની સંભાવના કરી શકાય છે, તેનું ભાન રાખવું તે પારલૌકિક દોષદર્શન છે. એ બંને જાતનાં દર્શનના સંસ્કાર પિષવા તે અહિંસા આદિ વ્રતની ભાવનાઓ છે.
પૂર્વની રીતે જ ત્યાજ્ય વૃત્તિઓમાં દુઃખનું દર્શન કેળવાયું હોય તે જ એમને ત્યાગ વિશેષ ટકે; તે માટે હિંસા આદિ દોષને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાનો (દુઃખ ભાવનાને) અહીં ઉપદેશ કરવામાં આવે છે. અહિંસા આદિ વ્રત લેનાર હિંસા આદિથી પિતાને થતા દુઃખની પેઠે બીજામાં પણ તેનાથી સંભવતા દુઃખની કલ્પના કરે એ જ દુઃખભાવના છે. અને એ ભાવના એ વ્રતના સ્થિરીકરણમાં ઉપયોગી પણ છે.
મૈત્રી, પ્રમોદ આદિ ચાર ભાવનાઓ તો કોઈ પણ સદગુણ કેળવવા માટે વધારેમાં વધારે ઉપયોગી હોવાથી અહિંસા આદિ વ્રતની સ્થિરતામાં ખાસ ઉપયોગી છે જ; એમ ધારી અહીં એ ચાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. એ ચાર ભાવનાઓને વિષય અમુક અંશે જુદે જુદો છે; કારણ કે તે વિષયમાં એ ભાવના કેળવાય તે જ વાસ્તવિક પરિણામ આવે. તેથી એ ભાવનાઓ સાથે એમને વિષય પણ જુદો જુદો દર્શાવવામાં આવ્યા છે.
૧. મૈત્રીવૃત્તિ પ્રાણીમાત્રમાં કેળવી હોય તો જ દરેક પ્રાણી પ્રત્યે અહિંસક અને સત્યવાદી આદિ તરીકે રહીને વતી શકાય; તેથી મૈત્રીને વિષય પ્રાણીમાત્ર છે. મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org