SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
288 Keeping the Tattvārtha Sūtra fresh constitutes an experiential view of worldly faults, and being aware of the potential for otherworldly harm stemming from actions like violence is an experiential view of otherworldly faults. The conditioning of both types of views involves the sentiments associated with vows like non-violence. Just as the perception of suffering is cultivated in the renounceable tendencies, so too does it call for a specific renunciation; here, the teaching is provided to cultivate the inclination to perceive violence and other faults as forms of suffering. A practitioner of the non-violence vow imagines the suffering that would result from violence, just as it would impact their father, and this sentiment of suffering is beneficial for the stability of that vow. Sentiments like friendship and joy are particularly useful for nurturing any positive virtue, and thus they are especially helpful in the stability of vows such as non-violence; therefore, these four sentiments are taught here. The subjects of these four sentiments vary to some extent because the sentiment develops the actual result concerning that subject. Hence, the subjects are also presented as distinct alongside these sentiments. 1. If the inclination of friendship is cultivated only toward living beings, then one can remain non-violent and truthful toward every living being; therefore, the subject of friendship is living beings. Friendship
Page Text
________________ ૨૮૮ તત્ત્વાર્થસૂત્ર તાજું રાખવું એ ઐહિક દોષદર્શન છે; અને એ હિંસા આદિથી જે પારલૌકિક અનિષ્ટની સંભાવના કરી શકાય છે, તેનું ભાન રાખવું તે પારલૌકિક દોષદર્શન છે. એ બંને જાતનાં દર્શનના સંસ્કાર પિષવા તે અહિંસા આદિ વ્રતની ભાવનાઓ છે. પૂર્વની રીતે જ ત્યાજ્ય વૃત્તિઓમાં દુઃખનું દર્શન કેળવાયું હોય તે જ એમને ત્યાગ વિશેષ ટકે; તે માટે હિંસા આદિ દોષને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાનો (દુઃખ ભાવનાને) અહીં ઉપદેશ કરવામાં આવે છે. અહિંસા આદિ વ્રત લેનાર હિંસા આદિથી પિતાને થતા દુઃખની પેઠે બીજામાં પણ તેનાથી સંભવતા દુઃખની કલ્પના કરે એ જ દુઃખભાવના છે. અને એ ભાવના એ વ્રતના સ્થિરીકરણમાં ઉપયોગી પણ છે. મૈત્રી, પ્રમોદ આદિ ચાર ભાવનાઓ તો કોઈ પણ સદગુણ કેળવવા માટે વધારેમાં વધારે ઉપયોગી હોવાથી અહિંસા આદિ વ્રતની સ્થિરતામાં ખાસ ઉપયોગી છે જ; એમ ધારી અહીં એ ચાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. એ ચાર ભાવનાઓને વિષય અમુક અંશે જુદે જુદો છે; કારણ કે તે વિષયમાં એ ભાવના કેળવાય તે જ વાસ્તવિક પરિણામ આવે. તેથી એ ભાવનાઓ સાથે એમને વિષય પણ જુદો જુદો દર્શાવવામાં આવ્યા છે. ૧. મૈત્રીવૃત્તિ પ્રાણીમાત્રમાં કેળવી હોય તો જ દરેક પ્રાણી પ્રત્યે અહિંસક અને સત્યવાદી આદિ તરીકે રહીને વતી શકાય; તેથી મૈત્રીને વિષય પ્રાણીમાત્ર છે. મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy