________________
અધ્યાય ૧ -સૂત્ર ૧૪૨૬
ર૬૯ ઉપઘાત” એટલે જ્ઞાનને જ અજ્ઞાન માની તેને નષ્ટ કરવાને ઇરાદો રાખવો. આ બે વચ્ચે એટલે તફાવત છે. [૧૧]
૩ સાતવેદનીચ વર્મા તુમોનું સ્વા: ૧. બાહ્ય કે આંતરિક નિમિત્તથી પીડા થવી, તે “દુઃખ. ૨. કેઈ હિતૈષીને સંબંધ તૂટતાં જે ચિંતા કે ખેદ થાય છે, તે “શોક.” ૩. અપમાન થવાથી મન કલુષિત થવાને લીધે જે તીવ્ર સંતાપ થાય છે, તો “તાપ.” ૪. ગગદ સ્વરે આંસુ સારવા સાથે રડવું, તે આક્રંદન’. ૫. પ્રાણ લે, તે “વધ’. ૬. વિયેગી પાત્રના ગુણે યાદ આવવાથી ઉત્પન્ન થતું કરુણાજનક રુદન, તે “પરિદેવન'.
ઉક્ત દુઃખ આદિ છે અને બીજાં તેના જેવાં તાડન, તર્જન આદિ અનેક નિમિત્તો જ્યારે પિતામાં કે બીજાની અંદર કે બંનેમાં ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે તે ઉત્પન્ન કરનારને અસાતવેદનીય કર્મના બંધહેતુ થાય છે.
પ્ર–જે દુઃખ આદિ ઉપર કહેલાં નિમિત્તો પિતામાં કે પરમાં ઉત્પન્ન કરવાથી તે અસાતવેદનીય કર્મનાં બંધક થતાં હોય, તે પછી લોચ, ઉપવાસ, વ્રત અને બીજા તેવા નિયમો દુઃખકારી હોવાથી તે પણ અસાતવેદનીયના બંધક થવા જોઈએ; અને જે તેમ હોય તે તે વ્રત-નિયમનું અનુષ્ઠાન કરવાને બદલે તેમને ત્યાગ જ કરે કેમ ન ઘટે ?
ઉ–ઉક્ત દુઃખ આદિ નિમિત્તો જ્યારે ક્રોધ આદિ આવેશથી ઉત્પન્ન થયેલાં હોય, ત્યારે જ આસ્રવ બને છે; નહિ કે માત્ર સામાન્ય રીતે. ખરા ત્યાગી કે તપસ્વીને ગમે તેવા કઠોર શત નિયમો પાળવા છતાં અસાતવેદનીયન બંધ નથી થતો, તેનાં બે કારણો છે. પહેલું તો એ કે, ખરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org