________________
૨૭ર
- તત્વાર્થસૂત્ર : સંઘઅવર્ણવાદ. જેમકે, એમ કહેવું કે, સાધુઓ વ્રતનિયમ આદિમાં નકામે કલેશ વેઠે છે, સાધુપણું સંભવતું જ નથી, અને તેનું કશું સારું પરિણામ પણ નથી; શ્રાવકે માટે એમ કહેવું કે, તેઓ સ્નાન, દાન વગેરે શિષ્ટ પ્રવૃત્તિ નથી કરતા, પવિત્રતામાં નથી માનતા ઈત્યાદિ. ૩. “ધર્મને અવર્ણવાદ” એટલે અહિંસા વગેરે મહાન ધર્મોના ખોટા દોષો બતાવવા તે. જેમકે, એમ કહેવું કે, ધર્મ ક્યાં પ્રત્યક્ષ દેખાય છે ? અને જે પ્રત્યક્ષ ન દેખાય તેનું અસ્તિત્વ કેમ સંભવે ? તથા એમ કહેવું કે અહિંસાથી મનુષ્યજાતિનું કે રાષ્ટ્રનું પતન થયું ઈત્યાદિ. ૫. દેવોને અવર્ણવાદ” એટલે તેમની નિંદા કરવી તે. જેમકે, એમ કહેવું કે, દેવો નથી જ અને હોય તે નકામા જ છે, કારણ કે તેઓ શક્તિશાળી હવા છતાં શા માટે અહીં આવી આપણને મદદ નથી કરતા, કે પોતાના સંબંધીઓનું દુઃખ દૂર નથી કરતા ? વગેરે. [૧૪]
વારિત્રમોહનીચ ના ધતુરોનું સ્વરૂપ: ૧. પતે કષાય કરવા અને બીજામાં પણ કષાય પ્રગટાવવા તથા કષાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિઓ કરવી તે કષાયમહનીય કર્મના બંધનું કારણ છે. ૨. સત્યધર્મને ઉપહાસ કરે, ગરીબ કે દીન માણસની મશ્કરી કરવી, ઠઠ્ઠાબાજીની ટેવ રાખવી વગેરે હાસ્યની વૃત્તિઓ, હાસ્યમોહનીય કર્મના બંધનું કારણ છે. ૩. વિવિધ ક્રીડાઓમાં પરાયણ રહેવું, વ્રતનિયમ આદિ યોગ્ય અંકુશમાં અણગમે રાખો વગેરે રતિમોહનીયના આસ્રવ છે. ૪. બીજાઓને બેચેની ઉપજાવવી, કેઈન આરામમાં ખલેલ નાંખવી, હલકી જનની સોબત કરવી વગેરે અરતિહનીયના આસ્રવ છે. ૫. પોતે શોકાતુર રહેવું અને બીજાની શોકવૃત્તિને ઉજવી વગેરે શેકમોહનીયના આસ્રવ છે. ૬. પોતે ડરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org