________________
અધ્યાય - સૂત્ર ૧૪–૨૬
ર૭૯ પ્રકૃતિવાર ગણવેલા આસ્ત્ર, માત્ર તે તે કર્મ પ્રકૃતિના અનુભાગબંધમાં જ નિમિત્ત હોવાથી, અહીં કરવામાં આવેલે આવોને વિભાગ પણ બાધિત થતો નથી.
આ રીતે વ્યવસ્થા કરવાથી પૂર્વોકત શાસ્ત્રીય નિયમ અને પ્રસ્તુત આને વિભાગ બન્ને અબાધિત રહે છે; તેમ છતાં એટલું વિશેષ સમજી લેવું જોઈએ કે, અનુભાગબંધને આશ્રી આસવના વિભાગનું જે સમર્થન કરવામાં આવે છે, તે પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજવું; અર્થાત જ્ઞાનપ્રદોષ આદિ આસ્ત્રોના સેવન વખતે જ્ઞાનાવરણીયના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે અને તે વખતે બંધાતી ઇતર કર્મ પ્રકૃતિના અનુભાગને ગૌણપણે બંધ થાય છે એટલું જ સમજવું જોઈએ. એમ તે નથી જ માની શકાતું કે એક સમયે એક કર્મપ્રકૃતિના જ અનુભાગને બંધ થાય છે અને બીજ કર્મપ્રકૃતિઓના અનુભાગને બંધ થતા નથી; કારણ કે જે સમયે જેટલી કર્મપ્રકૃતિઓનો પ્રદેશબંધ વેગ દ્વારા સંભવે છે, તે જ સમયે કષાય દ્વારા તેટલી પ્રકૃતિઓને રમનુભાગબંધ પણ સંભવે છે. તેથી મુખ્યપણે અનુભાગબંધની અપેક્ષા સિવાય આસ્રવના વિભાગનું સમર્થને બીજી રીતે ધ્યાનમાં નથી આવતું. [૨૬]
આમ એક
અનુભાગના અધિગ ધગધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org