SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૧૪–૨૬ ર૭૯ પ્રકૃતિવાર ગણવેલા આસ્ત્ર, માત્ર તે તે કર્મ પ્રકૃતિના અનુભાગબંધમાં જ નિમિત્ત હોવાથી, અહીં કરવામાં આવેલે આવોને વિભાગ પણ બાધિત થતો નથી. આ રીતે વ્યવસ્થા કરવાથી પૂર્વોકત શાસ્ત્રીય નિયમ અને પ્રસ્તુત આને વિભાગ બન્ને અબાધિત રહે છે; તેમ છતાં એટલું વિશેષ સમજી લેવું જોઈએ કે, અનુભાગબંધને આશ્રી આસવના વિભાગનું જે સમર્થન કરવામાં આવે છે, તે પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજવું; અર્થાત જ્ઞાનપ્રદોષ આદિ આસ્ત્રોના સેવન વખતે જ્ઞાનાવરણીયના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે અને તે વખતે બંધાતી ઇતર કર્મ પ્રકૃતિના અનુભાગને ગૌણપણે બંધ થાય છે એટલું જ સમજવું જોઈએ. એમ તે નથી જ માની શકાતું કે એક સમયે એક કર્મપ્રકૃતિના જ અનુભાગને બંધ થાય છે અને બીજ કર્મપ્રકૃતિઓના અનુભાગને બંધ થતા નથી; કારણ કે જે સમયે જેટલી કર્મપ્રકૃતિઓનો પ્રદેશબંધ વેગ દ્વારા સંભવે છે, તે જ સમયે કષાય દ્વારા તેટલી પ્રકૃતિઓને રમનુભાગબંધ પણ સંભવે છે. તેથી મુખ્યપણે અનુભાગબંધની અપેક્ષા સિવાય આસ્રવના વિભાગનું સમર્થને બીજી રીતે ધ્યાનમાં નથી આવતું. [૨૬] આમ એક અનુભાગના અધિગ ધગધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy