________________
૨૮૨
• તરવાથસૂત્ર , હોય, એવા શીતપ્રધાન દેશમાં તથા વીજળીના દીવા આદિની સગવડ હોય ત્યાં રાત્રિભોજન અને દિવાભોજન એ બેમાં હિંસાની દૃષ્ટિએ તફાવત છે ?
ઉ૦ઉષ્ણપ્રધાન દેશ અને પ્રાચીન ઢબના દીવા આદિની વ્યવસ્થામાં દેખાતી સ્પષ્ટ હિંસાની દષ્ટિએ જ રાત્રિભોજનને દિવસભોજન કરતાં વિશેષ હિંસાવાળું કહેવામાં આવ્યું છે, એ વાતને સ્વીકાર કર્યા છતાં, અને કઈ ખાસ પરિસ્થિતિમાં દિવસ કરતાં રાત્રિએ વિશેષ હિંસાને પ્રસંગ નથી આવતે એ કલ્પનાને યોગ્ય સ્થાન આપવા છતાં પણ, એકંદર સમુદાયની દૃષ્ટિએ અને ખાસ કરીને ત્યાગી જીવનની દૃષ્ટિએ રાત્રિભોજન કરતાં દિવસભોજન જ વિશેષ પ્રશસ્ય છે. એમ માનવાના કારણો ટૂંકામાં નીચે પ્રમાણે છે :
૧. આરોગ્યની દૃષ્ટિએ વીજળી અને ચંદ્ર આદિને પ્રકાશ ગમે તેટલે સારો હોય, છતાં તે સૂર્યપ્રકાશ જેટલે સાર્વત્રિક, અખંડ અને આરોગ્યપ્રદ નથી; તેથી જ્યાં બંનેની શક્યતા હોય ત્યાં સમુદાય માટે સૂર્યના પ્રકાશનો જ ઉપયોગ આરોગ્યની દૃષ્ટિએ સ્વીકારવા જેવો છે.
૨. ત્યાગધર્મનું મૂળ સંતેષમાં હોવાથી તે દૃષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભોજનની પ્રવૃત્તિ સંકેલી લેવી અને સંતોષ સાથે રાત્રિએ જઠરને વિશ્રાન્તિ આપવી એ યોગ્ય લાગે છે, તેથી સારી રીતે નિદ્રા આવે છે અને બ્રહ્મચર્ય સાચવવામાં મદદ પણ મળે છે, પરિણામે આરોગ્યની પુષ્ટિ પણ થાય છે.
૩. દિવસભોજન અને રાત્રિભોજન એ બંનેમાંથી સંતેષ ખાતર એકની જ પસંદગી કરવાની હોય, તો જાગતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org