SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ • તરવાથસૂત્ર , હોય, એવા શીતપ્રધાન દેશમાં તથા વીજળીના દીવા આદિની સગવડ હોય ત્યાં રાત્રિભોજન અને દિવાભોજન એ બેમાં હિંસાની દૃષ્ટિએ તફાવત છે ? ઉ૦ઉષ્ણપ્રધાન દેશ અને પ્રાચીન ઢબના દીવા આદિની વ્યવસ્થામાં દેખાતી સ્પષ્ટ હિંસાની દષ્ટિએ જ રાત્રિભોજનને દિવસભોજન કરતાં વિશેષ હિંસાવાળું કહેવામાં આવ્યું છે, એ વાતને સ્વીકાર કર્યા છતાં, અને કઈ ખાસ પરિસ્થિતિમાં દિવસ કરતાં રાત્રિએ વિશેષ હિંસાને પ્રસંગ નથી આવતે એ કલ્પનાને યોગ્ય સ્થાન આપવા છતાં પણ, એકંદર સમુદાયની દૃષ્ટિએ અને ખાસ કરીને ત્યાગી જીવનની દૃષ્ટિએ રાત્રિભોજન કરતાં દિવસભોજન જ વિશેષ પ્રશસ્ય છે. એમ માનવાના કારણો ટૂંકામાં નીચે પ્રમાણે છે : ૧. આરોગ્યની દૃષ્ટિએ વીજળી અને ચંદ્ર આદિને પ્રકાશ ગમે તેટલે સારો હોય, છતાં તે સૂર્યપ્રકાશ જેટલે સાર્વત્રિક, અખંડ અને આરોગ્યપ્રદ નથી; તેથી જ્યાં બંનેની શક્યતા હોય ત્યાં સમુદાય માટે સૂર્યના પ્રકાશનો જ ઉપયોગ આરોગ્યની દૃષ્ટિએ સ્વીકારવા જેવો છે. ૨. ત્યાગધર્મનું મૂળ સંતેષમાં હોવાથી તે દૃષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભોજનની પ્રવૃત્તિ સંકેલી લેવી અને સંતોષ સાથે રાત્રિએ જઠરને વિશ્રાન્તિ આપવી એ યોગ્ય લાગે છે, તેથી સારી રીતે નિદ્રા આવે છે અને બ્રહ્મચર્ય સાચવવામાં મદદ પણ મળે છે, પરિણામે આરોગ્યની પુષ્ટિ પણ થાય છે. ૩. દિવસભોજન અને રાત્રિભોજન એ બંનેમાંથી સંતેષ ખાતર એકની જ પસંદગી કરવાની હોય, તો જાગતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy