SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે, એટલે તેને પ્રાપ્ત થઈ સકાય અધ્યાય - ૧ વ્રતમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે અંશ હોય છે; તે બંને હોય તે જ વ્રત પૂર્ણતા પામે છે. સત્કાર્યમાં પ્રવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરોધી અસત્કાર્યોમાંથી પ્રથમ નિવૃત્ત થવું જોઈએ, એ આપોઆપ પ્રાપ્ત થાય છે. અને અસત્કાર્યોથી નિવૃત્ત થવાનું વ્રત એટલે તેનાં વિરોધી સત્કાર્યોમાં મન, વચન, કાયાને પ્રવર્તાવવાનું આપોઆપ પ્રાપ્ત થાય છે. તેથી આ સ્થળે જ કે દેખીતી રીતે દેષની નિવૃત્તિને વ્રત કહેવામાં આવ્યું છે, છતાં તેમાં સમ્પ્રવૃત્તિને અંશ આવી જ જાય છે એટલે વ્રત એ માત્ર નિક્રિયતા નથી, એમ સમજવું જોઈએ, પ્ર–રાત્રિભોજનવિરમણ એ વ્રત તરીકે પ્રસિદ્ધ છે. તે પછી અહીં સૂત્રમાં તેને કહેવામાં કેમ નથી આવ્યું ? ઉ૦–રાત્રિભોજનવિરમણ એ જુદા વ્રત તરીકે ઘણા કાળ થયાં પ્રસિદ્ધ છે, પણ ખરી રીતે એ મૂળ વ્રત નથી. એ તે મૂળ વ્રતમાંથી નિષ્પન્ન થતું એક આવશ્યક વ્રત છે. એવાં બીજાં પણ ઘણું વ્રત છે અને કલ્પી શકાય; છતાં અહીં તો મૂળ વ્રતનું જ નિરૂપણ કરવાનું હોવાથી ફક્ત તેમનું વર્ણન છે. તેમાંથી નિષ્પન્ન થતાં બીજા અવાંતર વ્રતે મૂળ વ્રતના વ્યાપક નિરૂપણમાં આવી જ જાય છે રાત્રિભોજનવિરમણ એ અહિંસાવૃતમાંથી નિષ્પન્ન થતાં અનેક વ્રતોમાંનું એક વ્રત છે. પ્ર–અંધારામાં ન જોઈ શકાયાથી થતા જંતુનાશને લીધે અને દી કરવા જતાં તેમાંથી થતા વિવિધ આરંભને લીધે રાત્રિભોજનના વિરમણને અહિંસાવ્રતનું અંગ માનવામાં આવે છે; પણ અહીં પ્રશ્ન થાય છે કે, અંધારું પણ ન હોય અને દીવામાંથી નીપજતા આરંભને પ્રસંગ પણ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy