________________
અધ્યાય—૭
સાતવેદનીયના આસવામાં વ્રતી ઉપર અનુકપા અને દાન એ એ ગણવામાં આવ્યાં છે; તેમના વધારે ખુલાસા કરવાના પ્રસંગ લઈ, જૈનપર પરામાં મહત્ત્વ ધરાવતાં વ્રત અને દાન તેનું સવિશેષ નિરૂપણુ આ અધ્યાયમાં કરવામાં આવે છે.
પ્રથમ વ્રતનું સ્વરૂપ કહે છે ઃ
हिंसात्तस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिब्रतम् । १ । હિંસા, અસત્ય, ચારી,મૈથુન અને પરિગ્રહથી (મન, વચન, કાયા વડે) નિવૃત્ત થવું તે વ્રત.
હિંસા, અસત્ય આદિ દોષોનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. દાષાને સમજી, તેમને ત્યાગ સ્વીકારી પછી તે દોષા ન સેવવા એ જ વ્રત' છે.
અહિંસા એ બીજા વ્રતા કરતાં પ્રધાન હાવાથી તેનું સ્થાન પહેલું છે. પાકની રક્ષા માટે વાડની જેમ, બીજા બધાં વ્રતા અહિંસાની રક્ષા માટે હોવાથી, તેની પ્રધાનતા માનવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org