________________
ર૭૮
તરવાથસૂત્ર એક કર્મપ્રકૃતિના આવો અન્ય કર્મપ્રકૃતિના પણ બંધક હેય, તે પ્રકૃતિવાર જુદા જુદા આસોનું વર્ણન કરવું નકામું છે, કારણ કે એક કર્મપ્રકૃતિના આએવો પણ અન્ય કર્મપ્રકૃતિના આવો છે જ. અને જો કોઈ એક કર્મપ્રકૃતિના ગણાવેલ આવો માત્ર તે જ કર્મપ્રકૃતિના આવો છે, બીજીના નહિ,
એમ માનવામાં આવે, તે શાસ્ત્રનિયમમાં વિરોધ આવે છે. શાસ્ત્રનિયમ એવો છે કે, સામાન્ય રીતે આયુષને છેડી સાતે કર્મપ્રકૃતિએને બંધ એક સાથે થાય છે. આ નિયમ પ્રમાણે જ્યારે જ્ઞાનાવરણીયનો બંધ થતો હોય, ત્યારે બીજી વેદનીય આદિ છ પ્રકૃતિઓને બંધ પણ થાય છે એમ માનવું પડે છે. આસ્રવ તો એક સમયે એક એક કર્મપ્રકૃતિને જ થાય છે, પરંતુ બંધ તે તે કર્મપ્રકૃતિ ઉપરાંત બીજી પણ અવિરોધી કર્મપ્રકૃતિઓને થાય છે. એટલે અમુક આસ્ત્ર અમુક પ્રકૃતિના જ બંધક છે એ પક્ષ શાસ્ત્રીય નિયમથી બાધિત થાય છે. એટલે પ્રકૃતિવાર આવોના વિભાગ કરવાનો અર્થ શો ?
ઉ–અહીં જે આવોને વિભાગ દર્શાવવામાં આવ્યું છે, તે અનુભાગ અર્થાત રસબંધને ઉદ્દેશીને સમજ જોઈએ; એટલે કે કઈ પણ એક કર્મપ્રકૃતિના આસવના સેવન વખતે તે કર્મ ઉપરાંત બીજી પણ કર્મપ્રકૃતિઓને બંધ થાય છે એ શાસ્ત્રીય નિયમ ફક્ત પ્રદેશબંધમાં ઘટાવ; અનુભાગબંધમાં નહિ. સારાંશ એ છે કે, આવોનો વિભાગ એ પ્રદેશબંધની અપેક્ષાએ નહિ, પણ અનુભાગબંધની અપેક્ષાએ છે, તેથી એક સાથે અનેક કર્મપ્રકૃતિઓને પ્રદેશબંધ માનવાને લીધે પૂત શાસ્ત્રીય નિયમમાં અડચણ નથી આવતી; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org