________________
ર૭૨
કે
જાણીતું છે
જ એવો નિયમ જાય તે જ
તવાથસૂત્ર ત્યાગીઓ ગમે તેવું કઠોર શ્રત પાળી દુઃખ વહેરે છે પણ તે
ધ કે બીજી તેવી દુષ્ટ લાગણીથી નહિ પણ સવૃત્તિ અને સદ્દબુદ્ધિથી પ્રેરાઈને જ. તેઓ કઠણ વ્રત લે છે ખરા; પણ ગમે તેવા દુઃખને પ્રસંગ આવવા છતાં તેમનામાં ક્રોધ, સંતાપાદિ કષાય ન થતા હોવાથી એ પ્રસંગે તેમને માટે બંધક નથી બનતા. બીજું કારણ એ છે કે, ઘણીવાર તે એવા ત્યાગીઓને કઠોરતમ રતનિયમો પાળવામાં પણ વાસ્તવિક પ્રસન્નતા હોય છે અને તેથી તેવા પ્રસંગોમાં તેમને દુઃખ કે શેક આદિને સંભવ જ નથી. એ તો જાણીતું છે કે, એકને જે પ્રસંગમાં દુઃખ થાય, તે જ પ્રસંગમાં બીજાને દુઃખ થાય જ એ નિયમ નથી તેથી એવાં વિષમ વ્રતે પાળવામાં પણ માનસિક રતિ હોવાથી એમને માટે એ દુઃખરૂપ ન હતાં સુખરૂપ જ હોય છે.
જેમ કેઈ દયાળુ વૈદ્ય વાઢકાપથી કોઈને દુઃખ અનુભવાવવામાં નિમિત્ત થવા છતાં તે કરુણવૃત્તિથી પ્રેરાયેલ હોવાને લીધે પાપભાગી નથી થતું, તેમ સાંસારિક દુઃખ દૂર કરવા તેના ઉપાયોને પ્રસન્નતાપૂર્વક અજમાવતે ત્યાગી પણ સવૃત્તિને લીધે પાપબંધક નથી થતું. [૧૨]
સાતવેરનીય વર્ષના અંધામનું : ૧. પ્રાણીમાત્ર ઉપર અનુકંપા કરવી, તે “ભૂતાનુકંપા” (બીજાના દુઃખને પિતાનું માનવાથી થતી લાગણી તે “અનુકંપા). ૨. વ્રત્યનું કંપા” એટલે અલ્પાંશે વ્રતધારી ગૃહસ્થ અને સર્વશે વ્રતધારી ત્યાગી એ બંને ઉપર વિશેષ પ્રકારે અનુકંપા કરવી તે. ૩. પિતાની વસ્તુનું બીજા માટે નમ્રપણે અર્પણ કરવું, તે 'દાન'. ૪. “સરાગસંયમાદિ ગ” એટલે સરોગસંયમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org