________________
અધ્યાય ૧-સુદ ૧૪-૨૬
રિપ
પ્ર–આ બેમાં તફાવત શો?
ઉ–સ્વપરને આશ્રી તફાવત ઘટાવો. પોતાના જ વિષયમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય, ત્યારે તે ગવક્રતા કહેવાય. અને બીજાના વિષયમાં તેમ થતું હોય, ત્યારે તે વિસંવાદન કહેવાય; જેમકે, કેઈ સારે માર્ગે જતો હોય, તેને ઊલટું સમજાવી એમ નહિ પણ આમ એમ કહી આડે રસ્તે દોરો.
ઉપર કહ્યું તેથી ઊલટું, એટલે મન, વચન અને કાયાની સરલતા” (પ્રવૃત્તિની એકરૂપતા), અને “સંવાદન” એટલે બે વચ્ચે ભેદ દૂર કરી એકતા કરાવવી, કે આડે રસ્તે જતાને સારે રસ્તે ચડાવ, તે બંને શુભ નામકર્મના આસ છે. [૨૧-૨૨] - તીર નામના સુત્રોનું : “દર્શનવિશુદ્ધિ” એટલે વીતરાગે કહેલાં તો ઉપર નિર્મળ અને દઢ સચિ. ૨. “વિનયસંપન્નતા” એટલે જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધને પ્રત્યે યોગ્ય રીતે બહુમાન રાખવું તે. ૩. અહિંસા, સત્યાદિ મૂળગુણરૂપ વ્રતો અને તે વ્રતના પાલનમાં ઉપયોગી એવા અભિગ્રહ આદિ બીજા નિયમે તે “શીલ,” એ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરવો એ “શીલવ્રતાનતિચાર” છે. ૪. તત્ત્વ વિષેના જ્ઞાનમાં સદા જાગરિત રહેવું તે ‘અભીષણ શાને પગ.” ૫. સાંસારિક ભેગે જે ખરી રીતે સુખને બદલે દુઃખનાં જ સાધને બને છે, તેમનાથી ડરતા રહેવું, એટલે તેમની લાલચમાં કદી ન પડવું એ “અભીણું સંવેગ.” . જરા પણ શક્તિ છુપાવ્યા સિવાય આહારદાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org