________________
કે
૨૭૪
તનવાર્થસૂત્ર ત્રણે આયુષના સામાન્ય બંધહેતુ પણ છે અને તેનું જ પ્રસ્તુત સૂત્રમાં કથન છે. તે બંધહેતુ નિશીલપણુ અને નિર્વતપણું છે. ૧. અહિંસા, સત્ય આદિ પાંચ પ્રધાન નિયમો “વ્રત” કહેવાય છે. ૨. એ વ્રતની પુષ્ટિ માટે જ પાળવામાં આવતાં બીજાં ઉપવ્રત જેમકે–ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત તે શીલ' કહેવાય છે. એ જ રીતે ઉક્ત વતેને પાળવા માટે જ ક્રોધ, લોભ આદિનો ત્યાગ એ પણ શીલ કહેવાય છે.
વ્રત અને શીલનું ન હોવું એ “નિવૃતપણું” અને નિ:શીલપણું” છે. [૧૯]
સેવ ગાયુષમના વંધહેતુગોનું : ૧. હિંસા, અસત્ય, ચોરી આદિ મહાન દેની વિરમવારૂપ સંયમ લીધા છતાં જ્યારે કષાયના કાંઈક અંશો બાકી હોય, ત્યારે તે “સરાગસંયમ' કહેવાય છે. ૨. હિસાવિરતિ આદિ વ્રતે જ્યારે અલ્પાંશે લેવાય, ત્યારે તે “સંયમસંયમ” કહેવાય છે. ૩. પરાધીનપણે અગર અનુસરણ ખાતર જે અહિતકર પ્રવૃત્તિને કે આહાર આદિને ત્યાગ, તે “અકામનિર્જરા” કહેવાય છે. અને ૪ બાલભાવે એટલે વિવેક વિના જ જે અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પર્વતપ્રપાત, વિષભક્ષણ, અનશન આદિ દેહદમન કરવું, તે “બાલતપ” કહેવાય છે. [૨]
अशुभ अने शुभ नामकर्मना बधहेतुओर्नु स्वरूप : १. ગવતા” એટલે મન, વચન અને કાયાની કુટિલતા. કુટિલતા એટલે ચિંતવવું કંઈ, બેલિવું કંઈ, અને કરવું કંઈ તે. ૨. “વિસંવાદન’ એટલે અન્યથા પ્રવૃત્તિ કરાવવી અગર બે નેહીઓ વચ્ચે ભેદ પડાવ. આ બે અશુભ નામકર્મના આસ્ત્ર છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org