________________
અધ્યાય - સૂત્ર ૧૪–૨૬
૨૭૧ સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપ, એ બધામાં યાચિત ધ્યાન આપવું તે. [સંસારની કારણરૂપ તૃણાને દૂર કરવા તત્પર થઈ સંયમ સ્વીકાર્યા છતાં પણ જ્યારે મનમાં રાગના સંસ્કારો ક્ષીણ થયા હતા નથી, ત્યારે તે સંયમ “સરાગસંયમ', કહેવાય છે. થોડો સંયમ સ્વીકારો તે “સંયમસંયમ.' વેચ્છાથી નહિ પણ પરતંત્રપણે કરવામાં આવતે ભોગેનો ત્યાગ, તે “અકામનિર્જરા.” બાલ એટલે યથાર્થ જ્ઞાન વિનાના મિથ્યાદષ્ટિવાળાનું જે અગ્નિપ્રવેશ, જળપતન, છાણુભક્ષણ, અનશન વગેરે તપ, તે “બાલતપ.] ૫ “ક્ષાંતિ એટલે ધર્મદષ્ટિથી ક્રોધાદિ દોષનું શમન. ૬. લેભ વૃત્તિ અને તેના જેવા દેષનું શમન, “શૌચ'. [૧૩]
રનમોહનીચ વર્ષના વંધોનું પણ ૧. “કેવળીને અવર્ણવાદ” એટલે દુર્બદ્ધિથી કેવળીના અસત્ય દોષને પ્રગટ કરવા તે. જેમકે, સર્વજ્ઞપણાના સંભવનો સ્વીકાર ન કરે અને એમ કહેવું કે સર્વજ્ઞ છતાં તેમણે મેક્ષના સરલ ઉપાયે ન બતાવતાં ન આચરી શકાય તેવા દુર્ગમ ઉપાયો શા માટે બતાવ્યા ? ઈત્યાદિ. ૨. “શ્રતને અવર્ણવાદ એટલે શાસ્ત્રના બેટા દોષે બુદ્ધિથી વર્ણવવા તે. જેમકે, એમ કહેવું કે, આ શાસ્ત્ર અભણ લેકેની પ્રાકૃત ભાષામાં કે પંડિતની જટિલ સંસ્કૃત આદિ ભાષામાં રચાયેલું હોવાથી તુચ્છ છે, અથવા આમાં વિવિધ વ્રત, નિયમ અને પ્રાયશ્ચિત્ત વગેરેનું જ નકામું તેમજ કંટાળાભરેલું વર્ણન છે વગેરે. ૩. સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા રૂપ ચાર પ્રકારના સંધના મિથ્થા દોષો પ્રકટ કરવા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.