________________
ર૫૬
તવાથસૂત્ર રંદ્રિયોનું વર્ણન અ૦ ૨ સૂ૦ ૨૦ માં આવી ગયું છે. અહીંયાં ઈદ્રિયને અર્થ એમની રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિ છે, કેમકે સ્વરૂપમાત્રથી કોઈ ઈદ્રિય કર્મબંધનું કારણ થઈ શકતી નથી, અને ઇદ્રિના રાગદ્વેષરહિત પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ થઈ શકતી નથી.
પચીસ ત્રિયાઓનાં નામ અને એમનાં લક્ષણ આ પ્રમાણે છેઃ ૧. “સમ્યફર્તક્રિયા' અર્થાત દેવ, ગુરુ અને શાસ્ત્રની પૂજાપ્રતિપત્તિ રૂપ હોઈ સમ્યકત્વની પિષક ક્રિયા. ૨. મિથ્યાત્વક્રિયા' અર્થાત મિથ્યાત્વમોહનીય કર્મના બળથી થતી સરાગદેવની સ્તુતિ-ઉપાસના આદિરૂપ ક્રિયા. ૩. શરીર આદિ દ્વારા જવા આવવા આદિ સકષાય પ્રવૃત્તિ કરવી તે “પ્રગક્રિયા છે. ૪. ત્યાગી થઈને ભોગવૃત્તિ તરફ ઝૂકવું એ “સમાદાનક્રિયા છે. ૫. ઈપથકર્મના બંધનનું કારણ થયેલી ક્રિયા “ઈપથક્રિયા' કહેવાય છે.
૧. દુષ્ટભાવ યુક્ત થઈને પ્રયત્ન કરે અર્થાત કોઈ કામવાસનાને માટે તત્પર થવું એ “કાયિકી ક્રિયા” છે. ૨. હિંસાકારી સાધનોને ગ્રહણ કરવાં એ “આધિકરણિકી ક્રિયા” છે. ૩. ક્રોધના આવેશથી થતી ક્રિયા “પ્રાદોષિકી” છે. પ્રાણીઓને સતાવવાની ક્રિયા પારિતાપનિકીકહેવાય છે. ૫. પ્રાણીઓને પ્રાણથી વિખૂટા કરવાની ક્રિયા “પ્રાણાતિપાતિકી' છે.
૧. રાગવશ થઈ રૂપ જેવાની વૃત્તિ “દર્શનક્રિયા છે. ૨. પ્રમાદવશ થઈ સ્પર્શ કરવા લાયક વસ્તુઓના સ્પર્શને
૧. પાંચ ઈદ્રિય, મન-વચન-કાચબલ, ઉકાસનિકવાસ, અને વાયુ, એ દશ પ્રાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org