________________
અધ્યાય - સૂત્ર ૮-૧૦
૨૬૧ શુભ, અશુભ બધાં જ કાર્ય જીવ અને અજીવની દ્વારા જ સિદ્ધ થાય છે, એકલે છવ અથવા એકલું અજીવ કાંઈ કરી શકતાં નથી. આથી જીવ અને અજીવ બંને “અધિકરણ અર્થાત કર્મબંધનું સાધન, ઉપકરણ અથવા શસ્ત્ર કહેવાય છે. ઉપરનાં બંને અધિકરણ દ્રવ્ય અને ભાવરૂપે બે બે પ્રકારનાં છે. જીવ વ્યક્તિ અથવા અજીવ વસ્તુ વ્યાધિકરણ છે, અને જીવગત કષાય આદિ પરિણામ તથા છરી આદિ નિર્જીવ વસ્તુની તીક્ષ્ણતારૂપ શક્તિ આદિ “ભાવાધિકરણ છે. [2]
સંસારી જીવ શુભ અથવા અશુભ પ્રવૃત્તિ કરતી વેળા એકસો ને આઠ અવસ્થાઓમાંથી કોઈને કોઈ અવસ્થામાં અવશ્ય હોય છે, આથી તે અવસ્થાઓ ભાવાધિકરણ છે. જેમકે ધકૃત કાયસંરંભ, માનકૃત કાયસંરંભ, માયાકૃત કાયસંરંભ, અને લેભકૃત કાયસંરંભ એ ચાર, અને એ રીતે કૃતપદના સ્થાનમાં “કારિત” તથા “અનુમત’ પર લગાવવાથી ક્રોધકારિત કાયસંરંભ આદિ ચાર તથા ક્રોધ અનમત કાયસંરંભ આદિ ચાર એમ બાર ભેદ થાય છે. એ રીતે કાયના સ્થાનમાં વચન અને મન પર લગાવવાથી બાર, બાર ભેદ થાય છે; જેમકે, કોધકૃત વચનસંરંભ આદિ તથા કૈધકૃત મનસંરંભ આદિ. આ છત્રીશ ભેદમાંથી સંરંભ પદના સ્થાનમાં સમારંભ અને આરંભ પદ મૂકવાથી બીજા પણ છત્રીશ-છત્રીશ ભેદ ‘થાય છે. એ બધાને સરવાળો કરીએ તો કુલ ૧૦૮ ભેદ થાય.
પ્રમાદી જીવને હિંસા આદિ કાર્યને માટે પ્રયત્નને આવેશ “સંરંભ” કહેવાય છે; એ કાર્યને માટે સાધનોને ભેગાં કરવાં એ “સમારંભ,” અને છેવટે કાર્યને કરવું એ ત–૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org