________________
અધ્યાય સૂત્ર છ
૨૫૯
કુને તીવ્ર જ બાંધે છે. ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી એ 'જ્ઞાતભાવ' છે; અને ઇરાદા સિવાય કૃત થઈ જાય એ અજ્ઞાતભાવ’ છે. જ્ઞાત અને અજ્ઞાત ભાવમાં બાહ્ વ્યાપાર સમાન હોવા છતાં પણ કર્મબંધમાં ક્રક પડે છે. જેમકે, કેાઈ એક વ્યક્તિ હરણને હરણ સમજી બાણથી વીધી નાંખે, અને ખીજો કોઈ નિર્જીવ નિશાન ઉપર ખાણ તાકતાં ભૂલથી હરણને સીધી નાંખે; આ એમાં ભૂલથી મારનાર કરતાં સમજપૂર્વક મારનારના કર્મબંધ ઉત્કટ થાય છે.
વી (શક્તિવિશેષ) પણ કર્મબંધની વિચિત્રતાનુ કારણ થાય છે. જેમ દાન, સેવા આદિ કાર્ય શુભ કામ હોય અથવા હિંસા, ચારી આદિ અશુભ કામ હેાય તે બધાં શુભાશુભ કામેાને બળવાન મનુષ્ય સહેલાઈથી અને ઉત્સાહથી કરી શકે છે; પણ નબળા માણસ તે જ કામેાને મુશ્કેલી તેમ જ ઓછા ઉત્સાહથી કરે છે, માટે જ બળવાન કરતાં નિળને શુભાશુભ કર્મોંબંધ મદ જ હાય છે. જીવ જીવ રૂપ અધિકરણના અનેક ભેદ કહેવામાં આવશે; એમની વિશેષતાથી પણ કર્મબંધમાં વિશેષતા આવે છે. જેમકે હત્યા, ચેરી આદિ અશુભ અને પારકાનું રક્ષણ આદિ શુભ કામ કરતા એ માણસે માંથી એકની પાસે અધિકરણ એટલે કે શસ્ત્ર ઉમ હાય અને બીજાની પાસે સાધારણ હાય, તે સાધારણ શસ્ત્રવાળાના કરતાં ઉગ્ર શસ્ત્રધારીને કબંધ તીવ્ર થવાના સંભવ છે, કેમકે ઉગ્ર શસ્ત્ર પાસે હેાવાથી એનામાં એક પ્રકારના અધિક આવેશ રહે છે.
જો કે બાહ્ય આસવની સમાનતા હોવા છતાં કર્મબંધમાં જે અસમાનતા આવી જાય છે, એના કારણરૂપે વીર્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org