________________
અધ્યાય –સૂત્ર ૫-૬
૨૫૭
અનુભવ કરવા એ સ્પ’નક્રયા' છે. ૩. નવાં શસ્ત્ર બનાવવાં તે ‘પ્રાત્યયિકી ક્રિયા’ છે. ૪. સ્ત્રી, પુરુષ અને પશુઓને જવા-આવવાની જગ્યા ઉપર મળમૂત્રાદિતા ત્યાગ કરવા એ ‘સમતાનુપાતનક્રિયા’ છે. ૫. જોયા વિનાની અથવા સાફ કર્યાં વિનાની જગ્યા ઉપર શરીર રાખવુ એ ‘અનાભાગ ક્રિયા’ છે.
૧. જે ક્રિયા ખીજાને કરવાની હાય તે પાતે કરી લેવી એ ‘સ્વહસ્તક્રિયા' છે. ૨. પાપકારી પ્રવૃત્તિને માટે અનુમતિ આપવી તે ‘નિસર્ગ ક્રિયા’ છે. ૩. ખીજાએ જે પાપકાર્યાં કર્યું. હાય એને પ્રકાશિત કરવું એ ‘વિદારણ ક્રિયા' છે. ૪. પાલન કરવાની શક્તિ ન હોવાથી શાસ્ત્રોક્ત આજ્ઞાની વિપરીત પ્રરૂપણા કરવી તે આજ્ઞાવ્યાપાીિ ' અથવા ‘આનયની ક્રિયા’ છે. ૫. ધૂર્તતા અને આળસથી શાસ્ત્રોક્ત વિધિ કરવાના અનાદર ‘અનવકાંક્ષ ક્રિયા' છે.
t
૧. ભાંગવા, ફાડવા અને ધાત કરવામાં સ્વયં રત રહેવુ અને ખીજાની એવી પ્રવૃત્તિ જોઈ ને ખુશી થવું, તે ‘આરંભક્રિયા' છે. ૨ જે ક્રિયા પરિગ્રહનેા નાશ ન થવાને માટે કરવામાં આવે, તે પારિગ્રહિકી.’ ૩. જ્ઞાન, દર્શોન આદિના વિષયમાં ખીજાને ઠગવા, તે માયા ક્રિયા.' ૪. મિથ્યાદષ્ટિને અનુકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને ‘તુ ઠીક કરે છે' ઇત્યાદિ કહી, પ્રશંસા આદિ દ્વારા મિથ્યાત્વમાં વધારે દઢ કરવા, તે મિથ્યાદર્શન ક્રિયા. ' ૫. સંયમબાતી કના પ્રભાવના કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવુ, એ ‘અપ્રત્યાખ્યાન ક્રિયા' છે.
·
પાંચ પાંચ ક્રિયાનું એક એવાં ઉપરનાં પાંચ પંચામાંથી
ફક્ત ઈર્ષ્યાપથિકી ક્રિયા સાંપરાયિક કતા આસ્રવ નથી. અહીં
+
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org