________________
અધ્યાય ૧- સૂત્ર ૩-૪
૨૫૩ સમયે થતે યોગ શુભ અને સંકલેશની તીવ્રતાના સમયે તે યોગ અશુભ કહેવાય છે. જેમ અશુભયોગના સમયે પ્રથમ આદિ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય આદિ બધી પુણ્ય–પાપ પ્રકૃતિઓને યથાસંભવ બંધ હોય છે, તેમ જ છઠ્ઠા આદિ ગુણસ્થાનમાં શુભના સમયે પણ બધી પુણ્ય-પાપ પ્રકૃતિઓને યથાસંભવ બંધ હોય છે જ. તે પછી શુભગનું પુણ્યબંધના કારણરૂપે અને અશુભાગનું પાપબંધના કારણરૂપે અલગ અલગ વિધાન કેવી રીતે સંગત થઈ શકશે ? તેથી પ્રસ્તુત વિધાનને મુખ્યતયા અનુભાગબંધની અપેક્ષાએ સમજવું જોઈએ. શુભયોગની તીવ્રતાના સમયે પુણ્ય પ્રકૃતિઓના અનુભાગ-રસ-ની માત્રા અધિક, અને પાપ પ્રકૃતિઓના અનુભાગની માત્રા હીન નિષ્પન્ન થાય છે; એનાથી ઊલટું અશુભયોગની તીવ્રતાના સમયે પાપ પ્રકૃતિનો અનુભાગબંધ અધિક, અને પુણ્યપ્રકૃતિઓનો અનુભાગ બંધ અલ્પ હોય છે. એમાં શુભયોગજન્ય પુણ્યાનુભાગની અધિક માત્રાનું અને અશુભયોગજન્ય પાપાનુભાગની અધિક માત્રાનું પ્રાધાન્ય માનીને સૂત્રમાં અનુક્રમે શુભાગને પુણ્યનું અને અશુભયોગને પાપનું બંધકારણ કહ્યો છે, શુભયોગજન્ય પાપાનુભાગની હીન માત્રા અને અશુભયોગજન્ય પુણ્યાનુભાગની હીન માત્રા વિવક્ષિત નથી, કેમકે લોકની માફક શાસ્ત્રમાં પણ પ્રધાનતાથી વ્યવહાર કરવાનો નિયમ પ્રસિદ્ધ છે. []
૧. પ્રાધાન્ચન પરા મવત્તિ એ ન્યાય. જેમ, જ્યાં બ્રાહ્મણોની પ્રધાનતા હોય અથવા સંખ્યા અધિક હેય, એવું ગામ બીજા વર્ણનાં લોકો હોય તે પણ, બ્રાહ્મણનું ગામ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org