________________
૨૨
તરવાથસૂત્ર - શુભ ગ પુણ્યને આસવ અર્થાત બંધહેતુ છે. અને અશુભ ગ પાપને આસ્રવ છે.
કાયયોગ આદિ ઉક્ત ત્રણે યોગ શુભ પણ હેય છે અને અશુભ પણ હોય છે. કેગના શુભત્વ અને અશુભત્વને આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ શુભ અને અશુભ ઉદેશથી પ્રવૃત્ત એગ અશુભ છે. કાર્ય– કર્મબંધની શુભાશુભતા ઉપર યુગની શુભાશુભતા અવલંબિત નથી; કેમકે એમ માનવાથી બધા વેગ અશુભ જ કહેવાશે, કેઈ શુભ કહેવાશે જ નહિ; કેમકે શુભ યોગ પણ આઠમા આદિ ગુણસ્થાનમાં અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું કારણ થાય છે.
હિંસા, ચેરી, અબ્રહ્મ આદિ કાયિક વ્યાપાર અશુભ કાયયોગ, અને દયા, દાન, બ્રહ્મચર્યપાલન આદિ શુભ કાગ છે. સત્ય કિન્તુ સાવદ્ય ભાષણ, મિથ્યાભાષણ, કઠોર ભાષણ આદિ અશુભ વાગ્યો છે અને નિરવા સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય આદિ ભાષણ શુભ વાગ છે. બીજાના અહિતનું તથા વધનું ચિંતન આદિ કર્મ એ અશુભ મનોયોગ છે અને બીજાની ભલાઈનું ચિંતન તથા એને ઉત્કર્ષ જેઈને પ્રસન્ન થવું આદિ શુભ મનગ છે.
શુભયોગનું કાર્ય પુણ્યપ્રકૃતિને બંધ અને અશુભ યોગનું કાર્ય પાપપ્રકૃતિને બંધ છે, એવું પ્રસ્તુત સૂત્રોનું વિધાન, અપેક્ષાએ સમજવું જોઈએ. કેમકે સંકલેશ-કષાયની મંદતાના
૧. આને માટે જુઓ હિંદી “કમ ગ્રંથ છે; “ગુણસ્થાનમાં બંધવિચાર'; તથા હિંદી કર્મગ્રંથ બીજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org