________________
૨૪૦
તત્ત્વાર્થસૂત્ર
અર્થાત્ વિવિધ પરિણામાને પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ એના ગુરૂ કહેવાય છે, અને ગુણજન્ય પરિણામ પર્યાય કહેવાય છે. ગુણુ કારણ છે અને પર્યાય કાર્યાં છે. એક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ છે; જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિ ભાજ્ય છે. પ્રત્યેક ગુણ શક્તિના ભિન્ન ભિન્ન સમયમાં થતા વૈકાલિક પર્યાયેા અનત છે. દ્રવ્ય અને એના અશ રૂપ શક્તિઓ ઉત્પન્ન તથા વિનષ્ટ ન થવાને કારણે નિત્ય અર્થાત્ અનાદિઅનંત છે. પરંતુ બધા પર્યાયેા પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહેવાને કારણે વ્યક્તિશઃ અનિત્ય અર્થાત્ સાદિસાંત છે, અને પ્રવાહની અપેક્ષાએ પર્યાયેા પણ અનાદિઅનંત છે. કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા શૈકાલિક પર્યાયપ્રવાહ સજાતીય છે. દ્રવ્યમાં અનંત શક્તિઓથી તજજન્યપર્યાયપ્રવાહ પણ અનંત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્નભિન્ન શક્તિજન્ય વિજાતીય પર્યાયે એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે; પરંતુ એક શક્તિજન્ય ભિન્નભિન્ન સમયભાવી સજાતીય પર્યાયેા એક દ્રશ્યમાં એક સમયમાં હાતા નથી.
આત્મા અને પુદ્ગલ દ્રવ્ય છે; કેમ કે એમનામાં ચેતના આદિ તથા રૂપ આદિ અનુક્રમે અનત ગુણ છે અને જ્ઞાન, દર્શોનરૂપ વિવિધ ઉપયાગ આદિ તથા નીલપીતાદિ વિવિધ અનંત પર્યાયા છે. આત્મા ચેતનાશક્તિ દ્વારા ઉપયોગ રૂપમાં અને પુદ્ગલ રૂપશક્તિ દ્વારા ભિન્નભિન્ન નીલપીતદિ રૂપમાં પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આત્મગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. આ રીતે રૂપશક્તિ પુદ્દગલ દ્રવ્યથી અને પુદ્ગલગત અન્ય શક્તિઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org