________________
અધ્યાય ૫- સૂત્ર ૩૭
૨૩૯ સમાંશ સ્થલમાં સદશ બંધ તે થતું જ નથી, વિસદશ થાય છે. જેમ કે, બે અંશ સ્નિગ્ધના બે અંશ રૂક્ષની સાથે અથવા ત્રણ અંશ સ્નિગ્ધના ત્રણ અંશ રૂક્ષની સાથે. એવા સ્થળમાં કઈ એક સમ બીજા સમને પિતાના રૂપમાં પરિણત કરી લે છે. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ક્યારેક સ્નિગ્ધત્વ જ રૂક્ષત્વને સ્નિગ્ધત્વરૂપમાં બદલી નાંખે છે અને
ક્યારેક રૂક્ષત્વ, સ્નિગ્ધત્વને રૂક્ષત્વરૂપમાં બદલી નાંખે છે; પરંતુ અધિકાંશ સ્થળમાં અધિકાંશ જ હીનાંશને પોતાના સ્વરૂપમાં બદલી શકે છે. જેમ પંચાંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશે સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપમાં પરિણત કરે છે અર્થાત્ ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ પાંચ અંશ સ્નિગ્ધત્વના સંબંધથી પાંચ અંશ પરિમાણુ થઈ જાય છે. આ રીતે પાંચ અંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ રૂક્ષત્વને પણ સ્વસ્વરૂપમાં મેળવી લે છે. અર્થાત્ રક્ષત્વ, સ્નિગ્ધત્વરૂપમાં બદલાઈ જાય છે; જ્યારે રૂક્ષત્વ અધિક હોય ત્યારે તે પણ પિતાનાથી ઓછા સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપ અર્થાત રક્ષસ્વરૂપ બનાવી લે છે. [૩૬] : હવે દ્રવ્યનું લક્ષણ કહે છે:
गुणपर्यायवद् द्रव्यम् ।३७। દ્રવ્ય, ગુણપર્યાયવાળું છે. દ્રવ્યને ઉલ્લેખ તે પહેલાં કેટલીયે વાર આવી ગયું છે. તેથી એનું લક્ષણ અહીંયાં બતાવવામાં આવે છે.
જેમાં ગુણ અને પર્યાય હેય, તે દ્રવ્ય કહેવાય છે. પ્રત્યેક કવ્ય પિતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન રૂપમાં પરિણત રહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org