________________
૨૪૩
અધ્યાય -સૂત્ર-૩૮-૩૯ અર્થાત્ અમુક અમુક દ્રવ્યમાં હોય એવો હોય છે; જેમ કે ચેતના રૂ૫ આદિ. અસાધારણ ગુણ અને તજજન્ય પર્યાયને લીધે જ પ્રત્યેક દ્રવ્ય એકબીજાથી જુદું પડે છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યના ગુણ તથા પર્યાનો વિચાર ઉપર પ્રમાણે કરી લેવો જોઈએ અહીં એ વાત પણ સમજી લેવી જોઈએ કે, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ હોવાથી એના ગુણ “ગુરુલઘુ તથા પર્યાય પણ “ગુરુલઘુ કહેવાય છે, પરંતુ બાકીનાં બધાં દ્રવ્ય અમૂર્ત હેવાથી એમના ગુણ અને પર્યાય અગુરુલઘુ કહેવાય છે. [૩૭] હવે કાળ વિષે વિચાર રજૂ કરે છે :
સાહિત્યના રૂ૮.
सोऽनन्तसमयः । ३९ । કેઈ આચાર્ય કહે છે કે કાળ પણ દ્રવ્ય છે અને તે અનંત સમય (પર્યાય) વાળે છે.
પહેલાં કાળના વર્તના આદિ અનેક પર્યાય બતાવ્યા છે, પરંતુ ધર્માસ્તિાય આદિની માફક એમાં દ્રવ્યત્વનું વિધાન
૧. દિગંબરીય પરંપરામાં “પાત્ર એવો સૂત્રપાઠ છે. તે પ્રમાણે તે લેકે કાળને સ્વતંત્ર દ્રવ્ય માને છે. પ્રસ્તુત સૂત્રને એકદેશીય મતવાળું ન માનતાં તેઓ સિદ્ધાંતરૂપે જ કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારા સૂત્રકારનું તાત્પર્ય બતાવે છે. જેઓ કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા અને જેઓ માને છે, તે બધા પોતપોતાના મંતવ્યની પુષ્ટિ થે પ્રકારે છે, કાળનું સ્વરૂપ કેવું બતાવે છે, એમાં બીજા કેટલા મતભેદ છે, ઈત્યાદિ બાબતેને સવિશેષ જાણવાને માટે જુઓ હિંદી કર્મગ્રંથ ચોથામાંથી કાળવિષયક પરિશિષ્ટ, પૃ૦ ૧૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org