________________
૨૪૨
તત્ત્વાર્થસૂત્ર
અથવા રૂપશક્તિજન્ય નીલપીતપર્યાય નિત્ય નથી, કિંતુ સદૈવ ઉત્પાદ-વિનાશશાલી હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, અને ઉપયોગમર્યાયપ્રવાહ તથા રૂપપર્યાયપ્રવાહ વૈકાલિક હેવાથી નિત્ય છે.
અનંત ગુણનો અખંડ સમુદાય તે જ દ્રવ્ય છે. તથાપિ આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ પરિમિત ગુણે જ સાધારણ બુદ્ધિવાળા છઘથની કલ્પનામાં આવે છે. બધા ગુણે આવતા નથી. આ રીતે પુદ્ગલના પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક જ ગુણ કલ્પનામાં આવે છે, બધા નહિ. એનું કારણ એ છે કે આત્મા અથવા પુદ્ગલ દ્રવ્યના બધા પ્રકારના પર્યાય પ્રવાહ વિશિષ્ટ જ્ઞાન સિવાય જાણી શકાતા નથી. જે જે પર્યાયપ્રવાહ સાધારણ બુદ્ધિથી જાણી શકાય છે, એમના કારણભૂત ગુણોને વ્યવહાર કરાય છે. આથી તે ગુણે વિકણ્ય છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ ગુણે વિકઃપ્ય અર્થાત વિચાર અને વાણમાં આવી શકે છે; અને પુગલના રૂપ આદિ ગુણે વિકપ્ય છે; બાકીના બધા અવિકપ્ય છે અને તે ફક્ત કેવળીગમ્ય છે. - વૈકાલિક અનંત પર્યાના એક એક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ (ગુણ) તથા એવી અનંત શક્તિઓને સમુદાય દ્રવ્ય છે; આ કથન પણ ભેદસાપેક્ષ છે. અભેદ દૃષ્ટિથી પર્યાય પિતા પોતાના કારણભૂત ગુણસ્વરૂપ, અને ગુણ દ્રવ્ય સ્વરૂપ હેવાથી, દ્રવ્ય ગુણપર્યાયાત્મક જ કહેવાય છે. દ્રવ્યમાં બધા ગુણ એકસરખા નથી દેતા. કેટલાક સાધારણ અર્થાત બધા દ્રવ્યોમાં હોય એવા હોય છે; જેમ કે અસ્તિત્વ, પ્રદેશવત્વ, યત્વ આદિ; અને કેટલાક અસાધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org