________________
અધ્યાય પર સત્ર ૩૭
૨૪
પૃથફ થઈ શકતી નથી. જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયવર્તી વિવિધ ઉપયોગના કાલિકપ્રવાહની કારણભૂત એક ચેતનાશક્તિ છે અને એ શક્તિના કાર્યભૂત પર્યાયપ્રવાહ ઉપગાત્મક છે. પુગલમાં પણ કારણભૂત રૂપશક્તિ છે, અને નીલપતિ આદિ વિવિધ વર્ણપર્યાયપ્રવાહ તે રૂપશકિતનું કાર્ય છે. આત્મામાં ઉપગાત્મક પર્યાપપ્રવાહની માફક સુખદુઃખ વેદનાત્મક પર્યાયપ્રવાહ, પ્રવૃત્યાત્મક પર્યાયપ્રવાહ વગેરે અનંત પર્યાયપ્રવાહ એક સાથે ચાલુ રહે છે. આથી એમાં ચેતનાની માફક તે તે સજાતીય પર્યાયપ્રવાહની કારણભૂત આનંદ, વીર્ય આદિ એક એક શક્તિ માનવાથી અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આ રીતે પુગલમાં પણ રૂપપર્યાયપ્રવાહની માફક ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત પર્યાયપ્રવાહ સદા ચાલુ રહે છે. આથી પ્રત્યેક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ માનવાથી એમાં રૂપશક્તિની માફક ગંધ, રસ, સ્પર્શ આદિ અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આત્મામાં ચેતના, આનંદ, વીર્ય આદિ શક્તિઓના ભિન્ન ભિન્ન વિવિધ પર્યાય એક સમયમાં થાય છે, પરંતુ એક ચેતનાશક્તિના અથવા એક આનંદશક્તિના વિવિધ ઉપગપર્યાય અથવા વિવિધ વેદના પર્યાય એક સમયમાં થતા નથી; કેમ કે પ્રત્યેક શક્તિને એક સમયમાં એક જ પર્યાય વ્યક્ત થાય છે. આ રીતે પુદ્ગલેમાં પણ રૂ૫, ગંધ આદિ ભિન્ન ભિન્ન શક્તિઓના ભિન્નભિન્ન પર્યાયે એક સમયમાં થાય છે; પરંતુ એક રૂપશક્તિના નીલ, પીત આદિ વિવિધ પર્યાયે એક સમયમાં થતા નથી. જેમ આત્મા અને પુદગલ દ્રવ્ય નિત્ય છે, તેમ એમની ચેતના આદિ તથા રૂપ આદિ શકિતઓ પણ નિત્ય છે. પરંતુ ચેતનાજન્ય ઉપયોગ પર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org