________________
૨
લપાથર સ્વરૂપના સંબંધમાં જૈન દર્શનને મંતવ્યભેદ આ સૂત્રમાં બતાવ્યો છે.
કોઈ દ્રવ્ય અથવા કોઈ ગુણ એ નથી કે જે સર્વથા અવિકૃત રહી શકે. વિકૃત અર્થાત અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરવા છતાં પણ કોઈ દ્રવ્ય અથવા કેઈ ગુણ પિતાની મૂળ જાતિને સ્વભાવને ત્યાગ કરતા નથી. સારાંશ એ છે કે, દ્રવ્ય હેય અથવા ગુણ, દરેક પિતતાની જાતિને ત્યાગ કર્યા વિના જ પ્રતિસમય નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કર્યા કરે છે. આ જ દ્રવ્યોને તથા ગુણોને પરિણામ કહેવાય છે.
આત્મા મનુષ્યરૂપે હોય અથવા પશુપક્ષીરૂપે હોય, પરંતુ તે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થતો હોવા છતાં પણ તેનામાં આત્મત્વ કાયમ રહે છે. એ જ રીતે જ્ઞાનરૂપ સાકાર ઉપયોગ હોય અથવા દર્શનરૂપ નિરાકાર ઉપગ હોય; ઘટવિષયક જ્ઞાન હોય અથવા પટવિષક જ્ઞાન હોય; પરંતુ એ બધા ઉપગ પર્યાયમાં ચેતના તે કાયમ રહે છે. ચણુક અવસ્થા હોય અથવા ચણક આદિ અવસ્થા હોય, પરંતુ એ અનેક અવસ્થામાં પણ પુદ્ગલ પિતાનું પુગલત્વ છોડતું નથી. એ રીતે ઘળાશ છેડી કાળાશ ધારણ કરે, કાળાશ છોડી પીળાશ ધારણ કરે, તે પણ તે બધા વિવિધ પર્યાયોમાં રૂપ–સ્વભાવ કાયમ રહે છે. એ રીતે દરેક દ્રવ્ય અને એના દરેક ગુણના વિષયમાં ઘટાવી લેવું જોઈએ. [૪૧].
હવે પરિણામના ભેદ તથા આશ્રયવિભાગ કહે છે: - અનારિરિમાંa ા કર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org