________________
અધ્યાય પર ૩-૩૫
૨૩૭ સ્નિગ્ધત્વ, રૂક્ષત બંને સ્પર્શ વિશેષ છે. તે પિતપેતાની જાતિની અપેક્ષાએ એકએક રૂપ હોવા છતાં પણ પરિણમનની તરતમતાના કારણે અનેક પ્રકારના થાય છે. તરતમતા ત્યાં સુધી થાય છે કે નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા ઉત્કૃષ્ટ નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ રૂક્ષત્વની વચમાં અનંતાનંત અંશોને તફાવત હોય છે. ઉદાહરણ તરીકે બકરી અને ઊંટડીના દૂધમાં સ્નિગ્ધત્વને તફાવત. બંનેમાં સ્નિગ્ધત્વ હોય છે જ પરંતુ એકમાં ઘણું ઓછું અને બીજામાં ઘણું જ વધારે. તરતમતાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ પરિણામોમાં જે પરિણામ સૌથી નિકૃષ્ટ અથાત્ અવિભાજ્ય હોય, તે જઘન્ય અંશ કહેવાય છે; જઘન્યને છોડીને બાકીના બધા જઘન્યતર કહેવાય છે. જાજેતરમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા આવી જાય છે. જે સ્નિગ્ધત્વ પરિણામ સૌથી અધિક હોય તે ઉત્કૃષ્ટ; અને જધન્ય તથા ઉત્કૃષ્ટની વચમાં હોય તે બધાં પરિણામો મધ્યમ હોય છે. જઘન્ય સ્નિગ્ધત્વની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ અનંતાનંતગુણ અધિક હેવાથી જે જધન્ય સ્નિગ્ધત્વને એક અંશ કહેવામાં આવે તે ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વને અનંતાનંત અંશપરિમિત સમજ જોઈએ. બે, ત્રણથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત અને એક એાછા ઉત્કૃષ્ટ સુધી બધા અંશે મધ્યમ સમજવા જોઈએ.
અહીંયાં સદશને અર્થ એ છે કે નિષ્પને નિષ્પની સાથે અથવા રૂક્ષને રૂક્ષની સાથે બંધ થશે અને વિસદશનો અર્થ એ છે કે સ્નિગ્ધને રૂક્ષની સાથે બંધ થશે. એક અંશ જઘન્ય અને એનાથી એક અધિક અર્થાત્ બે અંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org